PM Kisan Scheme: જો હપ્તાની રકમ ખાતામાં જમા ન થાય તો ગભરાશો નહિ , આ સ્ટેપ્સને અનુસરો પૈસા તરત મળશે

|

May 15, 2021 | 9:25 AM

વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Yojana)યોજનાનો આઠમો હપ્તો 14 મેના રોજ દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

PM Kisan Scheme: જો હપ્તાની રકમ  ખાતામાં જમા ન થાય તો ગભરાશો નહિ , આ સ્ટેપ્સને અનુસરો પૈસા તરત મળશે
ખેડૂતની ફાઈલ તસ્વીર

Follow us on

વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Yojana)યોજનાનો આઠમો હપ્તો 14 મેના રોજ દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હપ્તો જારી કર્યા પછી પણ પૈસા ખેડૂતોના ખાતામાં જમા થયા નથી તો તેવા કિસ્સામાં ખેડૂત ફરિયાદ કરી શકે છે.

કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને એક વર્ષમાં 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ રકમ સીધી ખાતામાં જમા થાય છે. તે 2000-2000ના ત્રણ હપ્તામાં 6000 રૂપિયાજમા થાય છે. જો કોઈ ખેડૂતને આ યોજના હેઠળ પૈસા મળ્યા નથી તો પછી તમે કેન્દ્રિય કૃષિ મંત્રાલયની આ હેલ્પલાઈન પર કોલ કરી શકે છે અને તેના વિશે માહિતી મેળવી શકે છે.

જો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા ? તો પ્રક્રિયા અનુસરો
મોટાભાગના ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ જમા થાય છે. છતાં, જો રકમ તમારા ખાતામાં પહોંચતી નથી, તો તમે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકો છો. હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ખેડૂતોની સગવડ માટે સરકારે અનેક ટોલ ફ્રી નંબર પણ જારી કર્યા છે જેથી જો કોઈના ખાતામાં ટ્રાન્સફરમાં વિલંબ થાય તો તમે આ નંબર પર ફરિયાદ કરી શકો છો.
>> પીએમ-કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
>> પીએમ-કિસાન હેલ્પલાઈન નંબર: 155261
>> પીએમ-કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
>> પી.એમ.- ખેડૂતની નવી હેલ્પલાઇન: 011-24300606
>> પીએમ-કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-૬૦૨૫૧૦૯

લિસ્ટમાં તમારું નામ જાણવા આ પ્રક્રિયા અનુસરો
>> પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિ, pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી
>> ટોચ પર તમે Farmers Corner નજરે પડશે.
>> તેના પર ક્લિક કરવું
>> Beneficiary Status પર ક્લિક કરો.
>> હવે તમારે આધાર નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવો
>> આ પ્રક્રિયા તમને જણાવશે કે તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિમાં છે કે નહીં

જો તમારું નામ નોંધાયેલું છે તો તમારું નામ મળી જશે. આ સિવાય તમે યાદીમાં તમારું નામ છે કે નહીં તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમારી સ્થિતિ ચકાસી શકો છો.

પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરો…
>> તમારા મોબાઇલ પર પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ.
>> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન ટાઇપ કરો
>> PM-KISAN મોબાઇલ એપ્લિકેશન સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો.

Next Article