PhonePeએ UAEની આ કંપની સાથે ડીલ પર કર્યા હસ્તાક્ષર, હવે સંયુક્ત અરબ અમીરાતમાં પણ UPIથી થશે પેમેન્ટ

|

Mar 29, 2024 | 2:43 PM

PhonePe એ સંયુક્ત અરબ અમીરાતની આ કંપની સાથે ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે. આ અંતર્ગત હવે UAE જનારા ફોન-પે યુઝર્સ ટર્મિનલ પર UPIનો ઉપયોગ કરી શકશે. PhonePe એ નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહારોની સુવિધા આપવામાં આવશે

PhonePeએ UAEની આ કંપની સાથે ડીલ પર કર્યા હસ્તાક્ષર, હવે સંયુક્ત અરબ અમીરાતમાં પણ UPIથી થશે પેમેન્ટ
Image Credit source: Social Media

Follow us on

યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં મુસાફરી કરતા PhonePe વપરાશકર્તાઓ હવે Mashreqના NeoPay ટર્મિનલ પર UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકે છે. વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપનીએ ગુરુવારે આ જાણકારી આપી હતી.

PhonePe એ નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહારોની સુવિધા આપવામાં આવશે. ખાતામાંથી ડેબિટ ભારતીય રૂપિયામાં થશે, જે ચલણના વિનિમય દરને પ્રતિબિંબિત કરે છે. NEOPAY ટર્મિનલ્સ રિટેલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ તેમજ પ્રવાસી અને વેકેસન મનાવતા સ્થળો પર ઉપલબ્ધ છે.

ગ્રાહકો UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે

PhonePeના ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ સીઈઓ રિતેશ પાઈએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી સાથે, ગ્રાહકો હવે UPI દ્વારા સરળતાથી વ્યવહાર કરી શકશે. “ડિજિટલ ચૂકવણીને સક્ષમ કરવું એ માત્ર સુવિધા માટે ફોનપેની પ્રતિબદ્ધતાને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ આજના પ્રવાસીઓની વિકસતી જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે.”

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

ભારતીય પ્રવાસીઓને ફાયદો થશે

NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) સાથે મશરેકની ભાગીદારી દ્વારા આ સહયોગની સુવિધા આપવામાં આવી છે. આ ભાગીદારી દ્વારા મશરેકે NEOPAY ટર્મિનલ્સને UPI એપને પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સ્વીકારવા સક્ષમ બનાવ્યું છે, જેનાથી ભારતીય પ્રવાસીઓ વ્યવહારો માટે UPIનો ઉપયોગ કરી શકે છે.

બન્ને દેશો વચ્ચે નાણાકીય સબંધમાં વધારો કરશે

Mashreq ખાતે NeoPayના CEO વિભોર મુંધડાએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય પ્રવાસીઓ અને UAEના મુલાકાતીઓ માટે વધુ એક નવો પેમેન્ટ સોલ્યુશન પ્રદાન કરવા માટે PhonePe સાથે સહયોગ કરતાં આનંદ અનુભવીએ છીએ, જે બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત નાણાકીય સંબંધોમાં ઉમેરો કરે છે. લોન્ચ અમારી કામગીરીમાં નવીનતા અને ટેકનોલોજીને એમ્બેડ કરવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે અને અમારા ગ્રાહકો ઇચ્છે છે તેવા ઉકેલો અને અનુભવો પહોંચાડીએ છીએ.

આ પણ વાંચો: Cupid Limited Bonus Share: 5 વર્ષમાં ₹1 લાખ બન્યા ₹15 લાખ, હવે આ કંપની કરશે સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેરની પણ કરી જાહેરાત

Next Article