ફાર્મા કંપની Glenmark IPO લોન્ચ કરશે, SEBIમાં દસ્તાવેજો જમા કરાયા

|

Apr 18, 2021 | 11:20 AM

વધુ એક ફાર્મા કંપની શેર બજારમાં તેની હાજરી નોંધાવવા માટે તૈયારી કરી રહી છે.

ફાર્મા કંપની Glenmark IPO લોન્ચ કરશે, SEBIમાં દસ્તાવેજો જમા કરાયા
Glenmark IPO

Follow us on

વધુ એક ફાર્મા કંપની શેર બજારમાં તેની હાજરી નોંધાવવા માટે તૈયારી કરી રહી છે. ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ શનિવારે જણાવ્યું હતું કે તેની સંપૂર્ણ માલિકીની કંપની ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ લિમિટેડે(Glenmark Life Sciences Ltd) ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) સમક્ષ દસ્તાવેજો સબમિટ કર્યા છે.

કંપનીએ નિયમનકારી સૂચનામાં જણાવ્યું છે કે ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ(Glenmark Life Sciences Ltd)એ IPO માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBIને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ કર્યો છે. નિયમનકારી માહિતીમાં જણાવાયું છે કે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનું એકમ તેના ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ લિમિટેડના 73,05,245 શેર બે રૂપિયાના ફેસ વેલ્યુથી OFC દ્વારા વેચવામાં આવશે અને રૂ 1,160 કરોડના નવા શેર ઓફર કરવામાં આવશે.

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરે 16 એપ્રિલના રોજ મળેલી બેઠકમાં IPOના ભાગ રૂપે રૂ 2 ના મૂલ્યના 73,05,245 ઇક્વિટી શેરની વેચાણ ઓફરને મંજૂરી આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કંપનીની બેલેન્સશીટ
નાણાકીય વર્ષ 2020 માં કંપનીની કુલ આવક રૂ 1549.30 કરોડ હતી જે એક વર્ષ અગાઉ ફક્ત 886.87 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 313.10 કરોડ થયો છે જે અગાઉના વર્ષમાં 195.59 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર 2020 સુધીમાં કંપની પરનું કુલ દેવું 947.44 કરોડ રૂપિયા હતું.

કંપનીનો કારોબાર
ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ(Glenmark Life Science )દવામાં વપરાતા રો મટીરીયલનું ઉત્પાદન કરે છે. કંપની દેશમાં ઉચ્ચ મૂલ્યવાળી નોન-કોમોડિટાઇઝડ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએન્ટ્સ -API બનાવતી અગ્રણી કંપનીઓમાં શામેલ છે. કંપની ક્રોનિક ઉપચારાત્મક બીમારી chronic therapeutic areas) ની સારવાર માટે દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા API નો ઉત્પાદન કરે છે.

Next Article