Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ ઇંધણના નવા રેટ જાહેર કર્યા, જાણો આજે પેટ્રોલ -ડીઝલ ના ભાવ ખિસ્સા હળવા કરશે કે રાહત આપશે ?

|

Aug 23, 2021 | 8:04 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.95 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.44 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ ઇંધણના નવા રેટ જાહેર કર્યા, જાણો આજે પેટ્રોલ -ડીઝલ ના ભાવ ખિસ્સા હળવા કરશે કે રાહત આપશે ?
Petrol - Diesel Rate Today

Follow us on

રાજ્યની તેલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price Today ) ફેરફાર કર્યા નથી. IOCLની વેબસાઈટ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.95 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.44 રૂપિયા પ્રતિ લીટર છે.

ઇંધણ મે અને જૂનમાં સતત મોંઘુ થયું હતું
મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો . ઉલ્લેખનીય છે કે પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 74 ડોલરને પાર કરી ગયા હતા જેથી સ્થિતિ આ હદે વણસી હતી. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે.

સરકારે સ્પષ્ટ કરી દઈશું છે કે ટેક્સ ઘટાડી ઇંધણ સસ્તું નહિ કરાય
નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) જણાવ્યું હતું કે હાલમાં તેના પર કોઈ ટેક્સ કાપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં આ સમયે રાહત નહીં મળે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુપીએ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકવા માટે 1.44 લાખ કરોડના ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા જેનું હજુ સુધી વ્યાજ ચૂકવી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.64 89.07
Mumbai 107.66 96.64
Chennai 99.32 93.66
Kolkata 101.93 92.132

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ કેમ હોય છે?
ભારત એકમાત્ર દેશ છે જ્યાં બળતણ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક કર અને નૂરને કારણે જુદા જુદા શહેરો માટે કિંમતોમાં તફાવત પણ અલગ છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી પણ વસૂલે છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

 

આ પણ વાંચો :  TATA GROUP ના આ શેર્સએ રોકાણકારોને કર્યા માલામાલ , 54% સુધી રિટર્ન આપનાર સ્ટોક્સ તરફ રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે ઝુકાવ

 

આ પણ વાંચો :  Axis Bank ના ખાતેદારો માટે અગત્યના સમાચાર, જો ચેકથી પેમેન્ટ કરો છો ધ્યાનમાં રાખજો આ ફેરફાર, 1 સપ્ટેમ્બરથી બેંક બદલી રહી છે નિયમ

Published On - 8:02 am, Mon, 23 August 21

Next Article