Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલના ભાવમાં ભડકો! અમદાવાદમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 103.23 રૂપિયા, જાણો તમારા શહેરના ભાવ

|

Oct 21, 2021 | 8:54 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 103.45 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 102.90 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 118.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 109.50 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

Petrol-Diesel Price Today : પેટ્રોલ - ડીઝલના ભાવમાં ભડકો! અમદાવાદમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 103.23 રૂપિયા, જાણો તમારા શહેરના ભાવ
Petrol-Diesel Price Today

Follow us on

પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં પ્રથમ વખત ઓટો ફ્યુઅલ આ સ્તરે મોંઘુ થયું છે. સ્થાનિક તેલ કંપનીઓએ 21 ઓક્ટોબર ગુરુવાર માટે પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર કર્યા છે. સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ફરી એક વખત પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ અગાઉ બુધવારે પણ ઓટો ફ્યુલના રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાખી છે.

આજે અમદાવાદ(Petrol-Diesel Price Today in Ahmedabad)માં પેટ્રોલના રેટ ઉપર નજર કરીએતો અમદાવાદમાં પેટ્રોલ 103.23 રૂપિયાપ્રતિ લીટર જયારે ડીઝલ 102.68 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો દર 106.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે તો બીજી તરફ ડીઝલ 96.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધી છે અને હવે 112.44 પૈસા પ્રતિ લિટર વેચાઈ રહી છે. ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે અને હવે તે 103.26 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

સરકારી ટેક્સની કિંમત પર અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઉછાળાએ 28 સપ્ટેમ્બરે પેટ્રોલ અને 24 સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં વિરામનો અંત લાવ્યો હતો. ત્યારથી પેટ્રોલના ભાવ 18 ગણા અને ડીઝલના ભાવ 21 ગણા વધી ગયા છે. ભારતમાં સ્થાનિક ટેક્સ (વેટ) અને નૂર શુલ્કના આધારે ઇંધણની કિંમતો રાજ્યથી રાજ્યમાં બદલાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ઓટો ફ્યુઅલ પર એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઇંધણની સરેરાશ કિંમત અને વિદેશી મુદ્રા દરના આધારે ભારતીય ઓઇલ કંપનીઓ છેલ્લા 15 દિવસના ફેરફારના આધારે પેટ્રોલ અને ડીઝલના દરમાં દૈનિક ધોરણે ફેરફાર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 103.45 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 102.90 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 118.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 109.50 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 106.54 95.27
Mumbai 112.44 103.26
Chennai 103.61 99.59
Kolkata 107.11 98.35

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

 

આ પણ વાંચો : Upcoming IPO : 19 હજાર કરોડ એકત્રિત કરવા 6 કંપનીઓએ IPO માટે પરવાનગી મેળવી, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Ethanol Blending: પેટ્રોલમાં ઈથેનોલ બ્લેંડિંગ લક્ષ્ય પૂર્ણ કરવા સરકાર ખાંડ મીલોને આપી શકે છે રાહત

Published On - 8:07 am, Thu, 21 October 21

Next Article