Petrol-Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

|

Aug 17, 2021 | 8:25 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) જણાવ્યું હતું કે હાલમાં તેના પર કોઈ ટેક્સ કાપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં આ સમયે રાહત નહીં મળે.

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ
Symbolic Image

Follow us on

રાજ્યની તેલ કંપનીઓએ સતત એક મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price Today ) ફેરફાર કર્યા નથી. IOCLની વેબસાઈટ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે.

મે અને જૂનમાં સતત મોંઘુ થયું ઇંધણ
મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી 74 ડોલરને પાર કરી ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે.

ટેક્સ ઘટાડી ઇંધણ સસ્તું નહિ કરાય
નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) જણાવ્યું હતું કે હાલમાં તેના પર કોઈ ટેક્સ કાપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં આ સમયે રાહત નહીં મળે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુપીએ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકવા માટે 1.44 લાખ કરોડના ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા જેનું હજુ સુધી વ્યાજ ચૂકવી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી, જાણો વિગતવાર

આ પણ વાંચો :  Share Market : SENSEX 7 મહિનામાં 7700 પોઇન્ટ ઉછળ્યો, આજે પણ બજારે નવી સર્વોચ્ચ સપાટીનો વિક્રમ સર્જ્યો

Published On - 7:42 am, Tue, 17 August 21

Next Article