Petrol-Diesel Price Today : આમ આદમી માટે રાહતના સમાચાર, નાણાકીય વર્ષના પહેલા દિવસે મોંઘુ ન કરાયું તમારા વાહનનું ઇંધણ

|

Apr 01, 2022 | 7:50 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 101.70 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 95.93 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : આમ આદમી માટે રાહતના સમાચાર, નાણાકીય વર્ષના પહેલા દિવસે મોંઘુ ન કરાયું તમારા વાહનનું ઇંધણ
Petrol Diesel Price Today

Follow us on

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારા બાદ સરકારી તેલ કંપનીઓએ શુક્રવારે રાહત આપી છે. આજે દિલ્હી-મુંબઈ અને અમદાવાદ સહિત દેશના ચારેય મહાનગરો અને મોટા શહેરોમાં તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં પેટ્રોલના ભાવ(Petrol Price)માં 6.40 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવ(Diesel Price)માં પણ લગભગ આટલો જ વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ પહોંચી ગઈ છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 117 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ પહોંચી ગયું છે. અહીં ડીઝલ પણ 100 રૂપિયાની સપાટી વટાવી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીઓએ દરરોજ 80 પૈસાથી વધુનો વધારો કર્યો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.81 અને ડીઝલ રૂ. 93.07 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 116.72 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 107.45 અને ડીઝલ રૂ. 97.52 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 96.22 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 101.70 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 95.93 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 101.49 95.72
Rajkot 101.26 95.50
Surat 101.38 95.62
Vadodara 101.15 95.37

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

 

આ પણ વાંચો : LPG Cylinder Price: કમરતોડ મોંઘવારી, હવે LPG સિલિન્ડર 250 રૂપિયા મોંઘો થયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : Saregama India ના ડિમર્જરને મંજૂરી મહોર બાદ આ Multibagger Stock માં અપર સર્કિટ લાગી, જાણો રોકાણકારો માટે શું છે સલાહ

Next Article