Petrol Diesel Price Today : આપનાં વાહનમાં એક લીટર પેટ્રોલ – ડીઝલ ભરાવવા પાછળ આજે કેટલો ખર્ચ કરવો પડશે ? જાણો ઇંધણના લેટેસ્ટ રેટ

|

Sep 03, 2021 | 7:23 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભારે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : આપનાં વાહનમાં એક લીટર પેટ્રોલ - ડીઝલ ભરાવવા પાછળ આજે કેટલો ખર્ચ કરવો પડશે ? જાણો ઇંધણના લેટેસ્ટ રેટ
PETROL - DIESEL PRICE TODAY

Follow us on

પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Today) માં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવતા આમ આદમીએ થોડી રાહત અનુભવી રહ્યો છે. જો કે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે અને ઘણા શહેરોમાં તો ડીઝલ પણ 100 રૂપિયાથી વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. દરરોજ સવારે બળતણના ભાવ બદલાય છે. સ્થાનિક તેલ કંપનીઓએ આજે નવા રેટ જાહેર કર્યા છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે.આ અગાઉ સપ્ટેમ્બરના પહેલા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવે લોકોને રાહત આપી હતી. 1 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સ્થાનિક તેલ કંપનીઓએ 2 અને ૩ સપ્ટેમ્બર 2021 માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા ત્યારે નવા દર મુજબ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.રાહતના સમાચાર એ છે કે પેટ્રોલના ભાવ લાંબા સમયથી વધ્યા નથી કારણ કે આ પહેલા પેટ્રોલના ભાવ લગભગ 1 મહિના સુધી સ્થિર રહ્યા હતા અને પછી તેમના કિંમત નીચે આવી છે.

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલની શું છે સ્થિતિ
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ આજે 101.34 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 107.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.33 પૈસા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં ફરી પેટ્રોલ 100 રૂપિયા નીચે સરક્યું છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભારે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.34 88.77
Mumbai 107.39 96.33
Chennai 99.08 93.38
Kolkata 101.72 91.84

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  રિલાયન્સ રિટેલે Just Dial નું નિયંત્રણ પોતાના હાથમાં લીધું , 40.90% હિસ્સો હસ્તગત કર્યો

 

આ પણ વાંચો : Income Tax Notice ટાળવા માટે કેટલા બચત ખાતાનો ઉપયોગ કરવાની છે છૂટ ? જાણો શું છે આવકવેરા વિભાગનો નિયમ

Next Article