Petrol-Diesel Price Today : ચિંતાજનક સ્તરે પહોંચ્યા ઇંધણના ભાવ, 15 દિવસમાં 9.20 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ

|

Apr 05, 2022 | 7:38 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.39 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.72 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ચિંતાજનક સ્તરે પહોંચ્યા ઇંધણના ભાવ, 15 દિવસમાં 9.20 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

Follow us on

પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today )માં વધારાની હાલાકી આજે(Fuel Price Hike Today) પણ યથાવત રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક વખત વધારો કર્યો છે. દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ 5 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. વધારા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે તો ડીઝલની કિંમત 95.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 15 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 9.20 રૂપિયાનો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 1.77 ટકા વધીને 109.3 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી છે જ્યારે WTI ક્રૂડની કિંમત 1.67 ટકા વધીને 105 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. 22 માર્ચે રેટ રિવિઝનમાં સાડા ચાર મહિનાના લાંબા અંતર પછી ભાવમાં આ 13મો વધારો છે. એકંદરે પેટ્રોલના ભાવમાં 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને જોતા ભાવ હજુ પણ વધશે. આનાથી અન્ય કોમોડિટીના ભાવો પર કાસ્કેડિંગ ઇફેક્ટ પડશે અને મોંઘવારીના દબાણમાં વધારો થશે અને વૃદ્ધિ ઘટશે, જ્યારે અન્ય કોમોડિટીના ભાવને પણ અસર કરશે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 104.61 અને ડીઝલ રૂ. 95.87 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 119.67 અને ડીઝલ રૂ. 103.92 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.09 અને ડીઝલ રૂ. 100.18 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 114.28 અને ડીઝલ રૂ. 99.02 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.39 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.72 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે. અહીં એક લીટર પેટ્રોલ 122.05 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 104.53 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 104.28 98.60
Rajkot 104.05 98.38
Surat 104.16 98.50
Vadodara 104.39 98.72

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

 

આ પણ વાંચો : IPO Allotment Status : ઉમા એક્સપોર્ટ્સ IPO ના રોકાણકારો આ રીતે જાણી શકશે તેમને શેર્સ મળ્યા કે નહિ?

આ પણ વાંચો : શેરબજારમાં આ અહેવાલ બાદ દેશની સૌથી મોટી IT કંપની TCS આ મામલે ત્રીજા ક્રમે સરકી ગઈ, જાણો શું છે મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

Next Article