Petrol Diesel Price Today : જાણો શું છે પેટ્રોલ ડીઝલની તમારા શહેરમાં કિંમત, કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર

|

Aug 10, 2021 | 7:33 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.80 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.63 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : જાણો શું છે પેટ્રોલ ડીઝલની તમારા શહેરમાં કિંમત, કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર
Petrol Pump File Image

Follow us on

સરકારી તેલ કંપનીઓએ આજે સતત 23 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી તેલ કંપનીઓએ મોંઘા પેટ્રોલ-ડીઝલથી સામાન્ય લોકોને રાહત આપી છે. IOCL ની વેબસાઈટ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ આ સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.80 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.63 રૂપિયા પ્રતિ લીટર છે.

મે મહિનાથી સતત કરાયેલા ભાવ વધારામાં કિંમત આસમાને પહોંચી હતી. જે તે સમયે 42 દિવસમાં કિંમતોમાં વધારાની વાત કરીએ તો પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું હતું જયારે ડીઝલની કિંમત 9.08 રૂપિયા પ્રતિ લીટર વધી છે.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

 

છેલ્લો ફેરફાર 17 મી જુલાઈએ થયો હતો
ઉલ્લેખનીય છે કે 18 જુલાઈથી ઈંધણના ભાવ સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 17 જુલાઈએ જોવા મળ્યો હતો. 17 જુલાઈના રોજ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલના દર સ્થિર હતા. આ બાદ સરકારી તેલ કંપનીઓએ ભાવ વધારો ઝીક્યો નથી જોકે હવે દેશવાસીઓ ભાવમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે.

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

આ પણ વાંચો :   IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર

આ પણ વાંચો :  હવે પરિવહન મંત્રાલય વિશેષ પ્રકારનું ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરશે , જાણો શું હશે તફાવત અને કોને ઈશ્યુ કરાશે

Next Article