Petrol-Diesel Price Today : જાણો શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત તમારા શહેરમાં?

|

Aug 13, 2021 | 7:30 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.92 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.76 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ ભારતમાં ઇંધણના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : જાણો શું છે 1 લીટર  પેટ્રોલ - ડીઝલની કિંમત તમારા શહેરમાં?
File Image of Petrol Pump

Follow us on

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Price Today) દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા રેટ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આજે ઈંધણના ભાવ(Fuel Price)માં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ 26 દિવસ સુધી સ્થિર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવ્યા છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડાની અસર જોવા મળી નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રૂ 101.84 અને ડીઝલ રૂ 89.87 પ્રતિ લિટર છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.92 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.76 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ ભારતમાં ઇંધણના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો : PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના

આ પણ વાંચો :  દેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?

Published On - 7:24 am, Fri, 13 August 21

Next Article