Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 ને પાર, જાણો અમદાવાદ સહીત ક્યાં ડીઝલના ભાવમાં સેન્ચુરી નોંધાઈ

|

Oct 10, 2021 | 8:27 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 100.04 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 ને પાર, જાણો અમદાવાદ સહીત ક્યાં ડીઝલના ભાવમાં સેન્ચુરી નોંધાઈ
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today: સતત છઠ્ઠા દિવસે તેલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને બીપીસીએલએ 10 ઓક્ટોબર એટલે કે રવિવારે તેલના ભાવમાં વધારો કર્યો હતો. આજે ડીઝલની કિંમતમાં 47 પૈસા અને પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. દિલ્હીમાં પ્રથમ વખત પેટ્રોલની કિંમત 104 રૂપિયાને પાર કરી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.14 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે એક લિટર ડીઝલ માટે, 92.82 રૂપિયા ખર્ચવા પડશે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 100.04 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ અને ડીઝલ કેમ મોંઘુ થઈ રહ્યું છે
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. તેની અસર ભારતીય બજારો પર પડી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના બજારોમાં વધી રહ્યા છે. અમેરિકામાં 7 વર્ષમાં પેટ્રોલ સૌથી મોંઘુ છે. વર્ષ 2014 પછી, અમેરિકામાં એક ગેલન પેટ્રોલની કિંમત વધીને 5 ડોલરની નજીક પહોંચી ગઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એક અહેવાલ અનુસાર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં રાહત મળવાની કોઇ આશા નથી કારણ કે, ભારત અને ચીન જેવા મોટા દેશોમાંથી માંગ અકબંધ છે. તે જ સમયે પુરવઠો એટલો વધતો નથી. ઓપેક દેશોએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ધીમે ધીમે વધારવાની વાત કરી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 104.14 92.82
Mumbai 110.12 100.66
Chennai 101.53 97.26
Kolkata 104.80 95.93

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

અહીં ઇંધણ 100 રૂપિયાને પાર 
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.રાજસ્થાનના ગંગાનગર, ભોપાલ અને  મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. અમદાવાદમાં પણ પેટ્રોલ – ડીઝલ બંનેની કિંમત 100 રૂપિયાથી વધુ છે.તમને જણાવી દઈએ કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે.

 

આ પણ વાંચો : China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી

 

આ પણ વાંચો : TCS Hiring : દેશની સૌથી મોટી IT કંપનીમાં નોકરી મેળવવાની ઉજ્જવળ તક, કંપની 6 મહિનામાં 35 હજાર લોકોની ભરતી કરશે

Published On - 8:25 am, Sun, 10 October 21

Next Article