Petrol Diesel Price Today: IOCL એ આજે પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો તમે ડેટા અને દિવસો પર નજર નાખો તો છેલ્લા 74 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર, 2021થી વાહનના ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આજે દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડા પહેલા વાહનના ઈંધણના ભાવ સમગ્ર દેશમાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. મોટાભાગના શહેરોમાં પેટ્રોલે ‘સદી’ ફટકારી હતી. ઘણા શહેરોમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે.
જોકે, આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. 5 નવેમ્બર, 2021ના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 82.74 ડોલર પ્રતિ બેરલ પર હતું. 1 ડિસેમ્બરે તે ઘટીને 68.87 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું. ત્યારથી કિંમતો વધી રહી છે અને હવે તે 85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ વચ્ચે દેશમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : 50 ટકા ઘટ્યા બાદ પણ મોંઘા કેમ છે Paytm ના શેર, જાણો તેની પાછળનું કારણ
આ પણ વાંચો : દેશની આર્થિક ગતિવિધિઓમાં મજબૂતી યથાવત, ઓમિક્રોન લહેરને બદલે ફ્લેશ ફ્લડની જેમ: RBI