Petrol Diesel Price Today : છેલ્લા 70 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એક્સાઈઝ અને વેટના દરમાં ઘટાડો કર્યો હતો. તે પછી દેશભરના વિવિધ રાજ્યોમાં લગભગ 10 થી 17 રૂપિયા સુધીનો ઘટાડો થયો હતો. દિવાળી પછી પણ ઈંધણના ભાવમાં વધારો થયો નથી.
જો કે સરકારનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સરકારના હાથમાં નથી. પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓઈલ કંપનીઓ દરરોજ નક્કી કરે છે. જોકે હાલ એવી ચર્ચા છે કે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે તેલના ભાવ વધવા દીધા નથી.
સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOCL) એ તમામ શહેરો માટે પેટ્રોલ ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.41 પ્રતિ લિટર છે તો બીજી તરફ ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે દિવાળી પછી ઈંધણની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : LIC IPO : માર્ચ સુધી આવશે દેશનો સૌથી મોટો IPO, જાણો SEBI સમક્ષ ક્યારે રજૂ થશે દસ્તાવેજ
આ પણ વાંચો : Elon Musk એ ભારતમાં ટેસ્લાની એન્ટ્રી અંગેના પડકારો વિશે જણાવ્યું, વધારે આયાત ડ્યુટી પણ એક સમસ્યા