Atmanirbhar Bharat Rojgar Yojana: આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) હેઠળ નોંધણીની સુવિધા 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ABRY હેઠળ નોંધણીની સુવિધાની તારીખ લંબાવવા વિશે ટ્વિટ કર્યું છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કોવિડ રિકવરી ફેઝ દરમિયાન ઔપચારિક ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા અને રોજગારની નવી તકોના સર્જનને પ્રોત્સાહિત કરવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. આમાં 15,000 રૂપિયાથી ઓછો પગાર મેળવતા લોકોને લાભ મળશે.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ABRY હેઠળ નોંધણીની સુવિધા 31.03.2022 સુધી લંબાવવામાં આવી છે. EPF અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ કામ કરતી નવી સંસ્થાઓ અને નવા કર્મચારીઓ 31 માર્ચ, 2022 સુધી નોંધણી માટે પાત્ર છે.
15,000થી ઓછો પગાર મેળવતા લોકોને લાભ મળશે
જો કોઈ નવો કર્મચારી EPFO રજિસ્ટર્ડ સંસ્થામાં કામ કરવાનું શરૂ કરે છે અને તેને 15,000 રૂપિયાથી ઓછો પગાર મળે છે, તો તેને આ યોજનાનો લાભ મળશે. જેમની નોકરી 1 માર્ચ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 ની વચ્ચે ગઈ હતી અને 1 ઓક્ટોબર પછી તેમને ફરીથી નોકરી મળી તો પણ તેમને સરકારની આ યોજનાનો લાભ મળશે. આવા કર્મચારીઓનો પગાર પણ 15,000 રૂપિયા પ્રતિ માસથી ઓછો હોવો જોઈએ.
ABRY હેઠળ કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને નોકરીદાતાઓનો હિસ્સો (આવકના 24 ટકા) અથવા કર્મચારીઓનો હિસ્સો (આવકના 12 ટકા) બે વર્ષ માટે આપશે. આ EPFO રજિસ્ટર્ડ એસ્ટાબ્લિશમેન્ટના કર્મચારીઓની કુલ સંખ્યા પર નિર્ભર રહેશે.
ABRY યોજનાની વિશેષતાઓ-
અત્રે ઉલ્લેખનીય છે કે 4થી ડિસેમ્બર 2021 સુધી, 39.73 લાખ નવા કર્મચારીઓ માટે રોજગારની તકો ઉભી કરવામાં આવી છે અને તેમના ખાતામાં રૂ. 2612.10 કરોડના લાભ જમા થયા છે.
આ પણ વાંચો : આજે Rategain Travel ના શેર લિસ્ટ થશે, રોકાણકારોને નફો મળશે કે થશે નુકસાન? જાણો નિષ્ણાંતોનું અનુમાન