Stock Market: બજારમાં સતત ત્રીજા દિવસે પણ મંદી, Paytm માં રોકાણકારોનું 35,000 કરોડ રૂપિયાનું નુકશાન

|

Nov 18, 2021 | 9:12 PM

Paytmની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સનો શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઇશ્યૂ પ્રાઈસ રૂ. 2,150 હતી અને તે BSE પર રૂ. 1,955 એટલે કે 9.07 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો. તે NSE પર 9.3 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 1,950 પર લિસ્ટ થયો.

Stock Market: બજારમાં સતત ત્રીજા દિવસે પણ મંદી, Paytm માં રોકાણકારોનું 35,000 કરોડ રૂપિયાનું નુકશાન
Paytm Share Price

Follow us on

Paytm Share Performance: આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. આજે બજારની નજર Paytmના લિસ્ટિંગ પર હતી. Paytm એ બજાર અને રોકાણકારોને (Investors) ખૂબ નિરાશ કર્યા છે. તે 27 ટકાથી વધુના ઘટાડા સાથે 1561 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. શેરબજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારોએ Paytm વિશે મોટા સપના જોયા હતા જે પાયાવિહોણા હતા.

PayTm ના રોકાણકારોને લિસ્ટિંગના દિવસે રૂ. 35,000 કરોડનું નુકસાન થયું કારણ કે Paytmની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સનો શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઇશ્યૂ પ્રાઈસ રૂ. 2,150 હતી અને તે BSE પર રૂ. 1,955 એટલે કે 9.07 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો. તે NSE પર 9.3 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 1,950 પર લિસ્ટ થયો. બીએસઈ પર શરૂઆતના વેપારમાં તે 20 ટકાથી વધુ ઘટીને રૂ. 1,586.25 પર આવી ગયો હતો.

બજારોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો
સતત ત્રીજા દિવસે અને આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 372 પોઈન્ટના ઘટાડા સાથે 60 હજારની નીચે ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ 134 પોઈન્ટના ઘટાડા સાથે 17800ની સપાટી તોડી હતી. આજે સેન્સેક્સના ટોપ-30માં માત્ર છ શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, બાકીના 24 શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ કંપનીઓમાં તેજી રહી
SBI, પાવર ગ્રીડ, HDFC બેન્ક, રિલાયન્સ અને ICICI બેન્કના શેરમાં તેજી જોવા મળી, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજી અને L&T સૌથી વધુ ઘટ્યા હતા. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.20 લાખ કરોડ થયું છે. આજે સેન્સેક્સ 59636 ના સ્તર પર અને નિફ્ટી 17764 ના સ્તર પર બંધ થયા છે.

વધતી મોંઘવારીની માર્કેટ પર અસર થઈ
કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક લિખિતા ચેપાએ જણાવ્યું હતું કે, “એશિયન બજારોના નકારાત્મક સંકેતો અને ફુગાવાના દબાણથી ઘરેલું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું હતું.” અન્ય એશિયન બજારોમાં ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગના હેંગસેંગ, જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

પેટ્રોલ અને ડીઝલના ઝડપી વધારાને કારણે વિશ્વ ત્રસ્ત
આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.46 ટકા ઘટીને $79.91 પ્રતિ બેરલ થયું છે. અત્યારે પણ દેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. અમેરિકામાં પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકો પરેશાન છે.

 

આ પણ વાંચો : India’s Biggest IPO: દેશના સૌથી મોટા IPO નું શેર બજારમાં થયું લિસ્ટીંગ, ઈશ્યુ પ્રાઈઝ રુ. 2150 ના બદલે રુ.1955 પર લિસ્ટ

આ પણ વાંચો : મોદી સરકારની આ યોજનામાં પતિ-પત્નીને દર મહિને 10,000 રૂપિયા મળશે, જાણો શું છે યોજના લાભ લેવાની રીત

Published On - 9:11 pm, Thu, 18 November 21

Next Article