Paytm IPO: દેશના સૌથી મોટા IPO નું આજે શેરબજારમાં લિસ્ટિંગ થશે, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન

|

Nov 18, 2021 | 7:26 AM

બજારના નિષ્ણાતોના મતે, Paytm IPOનો GMP લિસ્ટિંગના એક દિવસ અગાઉ નેગેટિવ ઝોનમાં ગયો છે, કારણ કે ફિનટેક કંપનીના શેર્સ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે.

Paytm IPO: દેશના સૌથી મોટા IPO નું આજે શેરબજારમાં લિસ્ટિંગ થશે, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન
Paytm IPO

Follow us on

Paytm IPOની જાહેરાત બાદ બજારના નિષ્ણાતોની નજર શેર લિસ્ટિંગની તારીખ પર છે. શેર્સ આજે લિસ્ટ  થશે. જો કે, કેટલાક બજાર નિષ્ણાતો ગ્રે માર્કેટ પર પણ નજર રાખી રહ્યા છે. બજારના જાણકારોના મતે ગ્રે માર્કેટમાં Paytmના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. કેટલાક નિષ્ણાતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) એ સંકેત આપે છે કે પબ્લિક ઈસ્યુના લિસ્ટિંગથી કેટલો નફો અપેક્ષિત છે.

બજારના નિષ્ણાતોના મતે, Paytm IPOનો GMP લિસ્ટિંગના એક દિવસ અગાઉ નેગેટિવ ઝોનમાં ગયો છે, કારણ કે ફિનટેક કંપનીના શેર્સ 30 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે. તેમનું કહેવું છે કે Paytm IPOના GMPમાં છેલ્લામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં તે રૂ. 150થી ઘટીને રૂ. 30ના સ્તરે આવી ગયો છે. મંગળવારે ગ્રે માર્કેટમાં Paytm IPOની કિંમત શૂન્ય હતી.

ગ્રે માર્કેટમાં Paytm શેરના ભાવમાં ઘટાડો
બજાર નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રે માર્કેટમાં પેટીએમના શેરના ભાવમાં ઘટાડો ચિંતાનો વિષય છે, કારણ કે તે સૂચવે છે કે પેટીએમના શેર નીચા ભાવ સાથે લિસ્ટ થઈ શકે છે. જોકે, તેમનું કહેવું છે કે સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી પણ આજે પેટીએમના શેરમાં ઘટાડો અને નેગેટિવ ઝોનમાં પહોંચવાનું કારણ બની શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

બજારના નિષ્ણાતો કહે છે કે પબ્લિક ઈસ્યુનો GMP એ કંપનીના સ્ટોક લિસ્ટિંગ સાથે સંબંધિત સંકેત છે. Paytm IPO ની GMP આજે માઇનસ રૂ. 30 હોવાથી, તેનો અર્થ એ છે કે ગ્રે માર્કેટ પેટીએમ શેર રૂ. 2120 (₹ 2150 – ₹ 30) ના ભાવ બેન્ડ માટે રૂ. 2080 થી રૂ. 2150 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે.

GMP માં ઘટાડાના કારણો શું છે?
પેટીએમના આઈપીઓના જીએમપીમાં ઘટાડાના કારણો અંગે બજારના નિષ્ણાતો માને છે કે પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. Paytm IPOના સબસ્ક્રિપ્શનના આંકડા અયોગ્ય લાગે છે. નિષ્ણાતોના મતે, ઊંચા મૂલ્યાંકન, મોટા ઇશ્યુ સાઈઝ, સતત નુકસાન અને પડકારજનક નફાના માર્જિન એવા પરિબળો હોઈ શકે છે જે રોકાણકારોને ચિંતિત કરે છે.

ડિજિટલ પેમેન્ટ અગ્રણી Paytmની પેરેન્ટ કંપની One 97 Communications નો IPO 7 નવેમ્બરના રોજ ખોલવામાં આવ્યો હતો. આ દ્વારા કંપનીની રૂ. 18,300 કરોડ એકત્ર કરવાની યોજના હતી. કંપનીના શેરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 2,080-2,150 રાખવામાં આવી હતી. કંપનીનો IPO 10 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. Paytmનું મૂલ્ય 16 અબજ ડોલર છે. કંપનીની શરૂઆત 2010 માં કરવામાં આવી હતી. તે ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીઓમાંની એક છે. One97 કોમ્યુનિકેશનના સ્થાપક અને CEO Paytm IPOમાં રૂ. 402 કરોડના શેરનું વેચાણ કરશે.

આ પણ વાંચો :  દેશમાં ભ્રષ્ટાચારમાં થયો ઘટાડો? જાણો ભ્રષ્ટાચારના મામલે ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબર પર છે

આ પણ વાંચો : Nykaa: ફાલ્ગુની નાયરે પોતાના દમ પર મેળવી મોટી સફળતા, રોકાણકારો શીખી શકે છે આ બાબતો

Next Article