Paytm IPO: SEBI એ ચાઈનીસ Ant Group અને Alibabaની કંપનીમાં હિસ્સેદારીની તપાસ હાથ ધરી, જાણો વિગતવાર

|

Aug 12, 2021 | 9:24 AM

પેટીએમના આઈપીઓ(Paytm IPO) અંગે SEBI એ તપાસ કરીરહ્યું છે કે શું બે રોકાણકારોને અલગ કંપનીઓ કે સંયુક્ત એન્ટિટી તરીકે ગણવા જોઈએ ? ચીનના એન્ટ ગ્રુપ IPO ની આગેવાનીવાળી ફિનટેક કંપનીમાં સૌથી મોટો શેરહોલ્ડર છે જે Paytm માં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે.

સમાચાર સાંભળો
Paytm IPO: SEBI એ ચાઈનીસ Ant Group અને Alibabaની કંપનીમાં હિસ્સેદારીની તપાસ હાથ ધરી, જાણો વિગતવાર
Paytm IPO

Follow us on

ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની Paytm ઓક્ટોબર સુધીમાં તેના 16,600 કરોડ રૂપિયાના IPO લાવવાની યોજના ધરાવે છે. કંપનીએ IPO માટે ડ્રાફ્ટ દસ્તાવેજો માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ને 15 જુલાઇએ સબમિટ કર્યા છે. હવે SEBI એ તપાસ કરી રહી છે કે પેટીએમ શેરહોલ્ડરોમાં ચાઇનીસ કંપનીઓ એન્ટ ગ્રુપ(Ant Group) અને અલીબાબા(Alibaba લિસ્ટિંગ નિયમો હેઠળ બંધ બેસે છે કે નહીં.

પેટીએમના આઈપીઓ(Paytm IPO) અંગે SEBI એ તપાસ કરીરહ્યું છે કે શું બે રોકાણકારોને અલગ કંપનીઓ કે સંયુક્ત એન્ટિટી તરીકે ગણવા જોઈએ ? ચીનના એન્ટ ગ્રુપ IPO ની આગેવાનીવાળી ફિનટેક કંપનીમાં સૌથી મોટો શેરહોલ્ડર છે જે Paytm માં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે.

IPO પહેલા કંપની 20000 સેલ્સ એક્ઝિક્યુટિવની નિમણુંક
પેટીએમે ડિજિટલ માધ્યમ અપનાવવા અંગે વેપારીઓને શિક્ષિત કરવા માટે ભારતભરમાં લગભગ 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ (Field Sales Executives) ની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ આ માહિતી આપી હતી. નોકરી સાથે જોડાયેલી પેટીએમ જાહેરાત મુજબ ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સને માસિક પગાર અને કમિશનમાં રૂ 35,000 અને તેથી વધુ કમાવવાની તક મળશે. કંપની યુવા અને સ્નાતકોને FSE તરીકે નિયુક્ત કરવા માંગે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સૂત્રો અનુસાર “Paytm એ FSEs ની ભરતી શરૂ કરી છે. આ તક તે લોકો માટે છે કે જેઓ 10 અને 12 ધોરણ પાસ થયા છે અથવા સ્નાતક છે. આ નાના શહેરો અને નગરોમાં રોજગાર સર્જનમાં મદદ કરશે. ખાસ કરીને જેઓ રોગચાળા દરમિયાન નોકરી ગુમાવી ચૂક્યા છે તેમના માટે સારી તક મનાય છે.

 

આ પણ વાંચો :   BSE એ શેરમાં વધુ પડતા ઉતાર – ચઢાવને નિયંત્રિત કરવા ફોર્મ્યુલા બનાવી, આ 31 સ્મોલકેપ શેર પર 23 ઓગસ્ટથી લાગુ થશે

 

આ પણ વાંચો :  Krsnaa Dignostics IPO: તમે કરેલા રોકાણના શેર મળ્યા કે આવશે રિફંડ ? તપાસો આ બે સરળ રીત દ્વારા

Next Article