Paytm CEO વિજય શેખર શર્માની ધરપકડ, જાણો શું છે સમગ્ર ઘટના

|

Mar 13, 2022 | 12:53 PM

વિજય શેખરની કાર દિલ્હી પોલીસના ડીસીપીની કાર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Paytm CEO વિજય શેખર શર્માની ધરપકડ, જાણો શું છે સમગ્ર ઘટના
Vijay Shekhar Sharma (File image)

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં હવે Paytmના સંસ્થાપક વિજય શેખર શર્મા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દક્ષિણ દિલ્હીમાં DCPની કારને ટક્કર માર્યા બાદ Paytm કંપનીના CEO વિજય શેખર શર્માની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા હતા.આપને જણાવી દઈએ કે આ ઘટના ગયા મહિને 22 ફેબ્રુઆરીએ બની હતી. જો કે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિજય શેખર શર્મા ઘટના બાદ પોતાના વાહન સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. જે વાહનમાં જગુઆર લેન્ડ રોવર ટકરાયું તે સાઉથ દિલ્હીના ડીસીપીનું વાહન હતું. જેને વાહન ચાલક પેટ્રોલ ભરવા માટે સાથે લઇ જતો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી.

માહિતી અનુસાર, આ ઘટના 22 ફેબ્રુઆરીના રોજ બની હતી અને પોલીસે DCP બનિતા મેરી જેકરની સાથે ડ્રાઈવર તરીકે તૈનાત કોન્સ્ટેબલ દીપક કુમારની ફરિયાદ પર FIR નોંધી હતી. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ પુષ્ટિ કરી કે પોલીસે શર્માની ધરપકડ કરી અને તેમને જામીન પર મુક્ત કર્યા.” જોકે ડીસીપી જયકરે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

જ્યારે કોન્સ્ટેબલ કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે ડીસીપી (જયકર) સાથે પોસ્ટેડ છે અને સવારે 8 વાગે તેનું વાહન પેટ્રોલ પંપ પર લઈ ગયો અને મધર ઈન્ટરનેશનલ સ્કૂલની સામે તેનું ડીસીપીનું વાહન અથડાયું. માહિતી અનુસાર, પરિવહન વિભાગની મદદથી, પોલીસને જાણવા મળ્યું કે આ વાહન ગુડગાંવની એક ખાનગી કંપની (Paytm) ના નામે નોંધાયેલું છે, ત્યારબાદ પોલીસ વિજય શેખર સુધી પહોંચી અને તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. તે જ સમયે, જ્યારે વાહનને ટ્રેસ કરવામાં આવ્યું ત્યારે તે વિજય શેખર શર્માનું હોવાનું બહાર આવ્યું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી, જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો.

દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ શર્માની ધરપકડ અને જામીન પર મુક્ત થવાની પુષ્ટિ કરી; ડીસીપી જેકર અને પેટીએમના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો; જ્યારે અહેવાલ મુજબ શર્મા સુધી પહોંચી શકાયું નથી.

આ પણ વાંચો :Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર, શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય

આ પણ વાંચો :Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર, શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય

Next Article