
ભારતમાં જ્યારે પણ આયુર્વેદની વાત થાય છે, ત્યારે બાબા રામદેવની પતંજલિનું નામ મોખરે આવે છે. જણાવી દઈએ કે, પતંજલિ હવે ફક્ત ટૂથપેસ્ટ, શેમ્પૂ અને લોટ જેવી FMCG વસ્તુઓ સુધી મર્યાદિત નથી. ખાસ વાત તો એ કે, આજે આ કંપની શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પર્યાવરણ જેવા દરેક ક્ષેત્રને સ્પર્શવાનો પ્રયત્ન કરી રહી છે.
પતંજલિએ શરૂઆતમાં આયુર્વેદિક પ્રોડક્ટ સાથે બજારમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. ત્યારબાદ ધીમે ધીમે કંપનીએ આધુનિક માર્કેટિંગ થકી FMCG સેક્ટરમાં એક અલગ ઓળખ બનાવી. હવે કંપની એક એવા વારસા પર નજર રાખી રહી છે કે, જે ફક્ત નફાને આધારિત નથી પરંતુ સમાજના દરેક વર્ગને લાભ આપવા પર આધારિત છે.
પતંજલિ યોગપીઠ અને તેનાથી જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત ભારતીય જ્ઞાન સાથે શીખવવામાં આવે છે. પતંજલિ ગુરુકુળ, પતંજલિ યુનિવર્સિટી અને વેદ-પાઠશાળાઓ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ડિગ્રી તો મળે જ છે પણ તેની સાથે-સાથે સંસ્કૃતિ, સંસ્કાર અને સેવાની ભાવના પણ ખાસ શીખવવામાં આવે છે.
પતંજલિ આયુર્વેદિક હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દેશભરમાં દર્દીઓની સારવાર તો કરી રહ્યું છે જ પરંતુ આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ વચ્ચે એક સેતુ તરીકે પણ કામ કરી રહ્યું છે. પરંપરાગત તબીબી પદ્ધતિઓની સાથે અહીં નવા રિસર્ચને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પતંજલિએ કૃષિ ક્ષેત્રમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને કેમિકલ-ફ્રી ખેતીની ટ્રેનિંગ આપવાનો છે. આ સિવાય ઓર્ગેનિક ખાતર અને ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ કરાવે છે. કંપનીનો દાવો છે કે, આનાથી લાખો ખેડૂતોની આવકમાં સુધારો થયો છે.
પતંજલિ તેના પ્લાન્ટ્સમાં સસ્ટેનેબિલિટી અને પર્યાવરણ સંરક્ષણને પણ ધ્યાનમાં રાખે છે. આ ઉપરાંત, સ્વદેશી આંદોલનને પ્રોત્સાહન આપવા માટે મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ લોકલ મેન્યુફેક્ચરિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
સરળ રીતે જોઈએ તો, આરોગ્ય, શિક્ષણ, રોજગાર, કૃષિ અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં પતંજલિની સક્રિયતા સાબિત કરે છે કે ‘પતંજલિ’ હવે એક વ્યવસાય નથી પરંતુ એક મિશન છે.