Semiconductor Chip ની અછતના કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં 19 ટકાનો ઘટાડો, જાણો કેમ ચિપ વગર અટક્યું વાહનોનું ઉત્પાદન

|

Dec 11, 2021 | 8:18 AM

આજના યુગમાં ભાગ્યે જ કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હશે જેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ ન થયો હોય. આ અર્થમાં, સેમિકન્ડક્ટર રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે.

Semiconductor Chip ની અછતના કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં 19 ટકાનો ઘટાડો, જાણો કેમ ચિપ વગર અટક્યું વાહનોનું ઉત્પાદન
Semiconductor Chip

Follow us on

ઓટોમોબાઈલ ઉદ્યોગ સંસ્થા SIAM એ શુક્રવારે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ચિપ(Semiconductor Chip)ની અછતને કારણે નવેમ્બરમાં દેશમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. સિયામે ઉમેર્યું કે સેમિકન્ડક્ટરની અછત(Global Semiconductor Chip Shortage)ને કારણે વાહનોના ઉત્પાદન અને સપ્લાય પર ખરાબ અસર પડી રહી છે. ચિપની અછતને કારણે ગયા મહિને પેસેન્જર વાહનો (PV) નું જથ્થાબંધ વેચાણ નવેમ્બર 2020 માં 2,64,898 યુનિટની સરખામણીમાં 19 ટકા ઘટીને 2,15,626 યુનિટ થયું હતું.

સેમિકન્ડક્ટર શું છે?
હાલમાં બનાવવામાં આવતા લગભગ તમામ વાહનો ચિપ અથવા સેમિકન્ડક્ટરની મદદથી રસ્તાઓ પર દોડી રહ્યા છે. તમામ ફંક્શન અથવા તમામ પાર્ટ્સ આ ચિપ્સ દ્વારા નિયંત્રિત થાય છે. સેમિકન્ડક્ટરનું મહત્વ એ ઉપરથી પણ સમજી શકાય છે કે જો તમારા વાહનમાં તે નથી તો તમે કોઈપણ પ્રકારની આધુનિક સુવિધાઓ મેળવી શકશો નહીં. અગાઉના વાહનોમાં ચિપ્સનો ઉપયોગ લગભગ નહિવત હતો જેના કારણે પહેલાના વાહનોમાં કોઈ વિશેષતાઓ ન હતી.

વાહનોનું ઉત્પાદન ધીમું પડ્યું 
આજના યુગમાં ભાગ્યે જ કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હશે જેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ ન થયો હોય. આ અર્થમાં, સેમિકન્ડક્ટર રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. જો તમારે તેનું મહત્વ જાણવું હોય તો વિચારો કે જો દુનિયામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો ન હોત તો શું થાત. તે આ ચિપ છે જેણે આજના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને માત્ર બદલ્યા જ નહીં પરંતુ આપણું જીવન પણ ઘણું સરળ બનાવ્યું છે. આ જ કારણ છે કે આ ચિપની અછતને કારણે વાહનોનું ઉત્પાદન થઈ રહ્યું નથી જેના કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ચિપ સંકટ હલ કરવા સરકારના પ્રયાસ
ભારતના આર્થિક વિકાસમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનો મોટો ફાળો છે. દેશના જીડીપીમાં ઓટોમોબાઈલ સેક્ટરનો હિસ્સો 7 ટકાથી વધુ છે. સેમિકન્ડક્ટરની અછત માત્ર ઓટોમોબાઈલ સેક્ટર માટે જ નહીં પરંતુ સરકાર માટે પણ મોટો માથાનો દુખાવો બની રહી છે. આ જ કારણ છે કે ચિપ બનાવતી કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારે 76 હજાર કરોડ રૂપિયાની પ્રોત્સાહક યોજના તૈયાર કરી છે. આ યોજનાને કેબિનેટની મંજૂરી મળવાની બાકી છે. આશા છે કે આ મહિનાના અંત સુધીમાં આ યોજનાને કેબિનેટની મંજૂરી મળી જશે.

સરકારે અનુમાન લગાવ્યું છે કે ચિપ મેન્યુફેક્ચરિંગ ઈન્સેન્ટિવ પ્રોગ્રામ રૂ 1.7 લાખ કરોડના રોકાણને આમંત્રિત કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકારની આ યોજના ઇન્ટેલ, મીડિયાટેક, ક્વોલકોમ જેવી મોટી ચિમ્પ ઉત્પાદકોને પણ આકર્ષિત કરશે.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના ભાવ જાહેર કર્યા, જાણો શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો : વધુ બે સરકારી બેંકનું કરાશે ખાનગીકરણ, આગામી સપ્તાહે સંસદમાં રજુ કરાશે બેંકિગ સુધારા બીલ

Published On - 8:18 am, Sat, 11 December 21

Next Article