PAN-આધાર લિંક પર ઈનકમ ટેક્સ વિભાગે આપી આ મોટી રાહત, જાણો કોને મળશે આનો ફાયદો

|

Jul 02, 2023 | 12:40 PM

આવકવેરા વિભાગે એક ટ્વિટમાં આધાર લિંકિંગ માટે ફીની ચૂકવણી કર્યા પછી PAN ધારકો દ્વારા ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીની નોંધાયેલી ઘટનાઓની સ્પષ્ટતા કરી હતી.

PAN-આધાર લિંક પર ઈનકમ ટેક્સ વિભાગે આપી આ મોટી રાહત, જાણો કોને મળશે આનો ફાયદો
PAN Aadhaar linking Updates

Follow us on

30 જૂન, 2023 એ આધાર કાર્ડને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હતી. ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું આવકવેરા વિભાગ લિંક કરવાની સમયમર્યાદા લંબાવશે કે નહીં. હાલમાં, આવકવેરા વિભાગ તરફથી સમયમર્યાદા અંગે કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ આવકવેરા વિભાગે શુક્રવારે મોડી રાત્રે એક ટ્વિટમાં આધાર લિંકિંગ માટે ફીની ચૂકવણી કર્યા પછી PAN ધારકો દ્વારા ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીની નોંધાયેલી ઘટનાઓની સ્પષ્ટતા કરી હતી.

આ પણ વાંચો: Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા

આવકવેરા વિભાગે તેના ટ્વીટમાં જણાવ્યું હતું કે આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં એવું જોવામાં આવ્યું છે કે PAN-આધાર લિંકિંગ માટે ફી ચૂકવ્યા પછી PAN ધારકોને ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા મામલા માટે, જણાવવામાં આવી રહ્યું છે કે આવકવેરા પોર્ટલ પર લોગિન કર્યા પછી ‘ઈ-પે ટેક્સ’ ટેબમાં ચલણ ચુકવણીની સ્થિતિ ચકાસી શકાય છે. જો ચુકવણી સફળ થાય છે, તો PAN ધારક PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા સાથે આગળ વધી શકે છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આવકવેરા વિભાગે રાહત આપી

વિભાગે ટ્વીટમાં વધુમાં જણાવ્યું છે કે જે મામલાઓમાં PAN કાર્ડધારકે પેમેન્ટ કર્યું છે અને સંમતિ આપી છે, પરંતુ 30 જૂન, 2023 સુધી લિંક કરવામાં આવ્યું નથી, તેમના કેસોને વિભાગ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને રાહત આપવામાં આવશે.

ચલણ રસીદ ડાઉનલોડ કરવાની જરૂર નથી

આવકવેરા વિભાગે કહ્યું કે PAN કાર્ડને લિંક કરવા માટે ચલણ રસીદ ડાઉનલોડ કરવાની જરૂર નથી. વિભાગે કહ્યું કે PAN ધારક સફળતાપૂર્વક ચુકવણી પૂર્ણ કરે કે તરત જ તેમને ચલણની નકલ સાથે એક ઈમેલ મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી.

આ નિયમો છે

આપને જણાવી દઈએ કે PANને આધાર સાથે લિંક કરવાનો કાયદો 1 જુલાઈ 2017 થી અમલમાં આવ્યો છે. 30 જૂન 2023 તેને લિંક કરવાની છેલ્લી તારીખ હતી. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ 30 જૂન, 2023 સુધીમાં તેના આધારને PAN સાથે લિંક કરવામાં સક્ષમ ન હોય અને તેને પછીની તારીખે લિંક કરવા માંગે છે, તો આવકવેરા વિભાગને દંડ ચૂકવ્યા પછી બંનેને લિંક કરી શકાય છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:35 am, Sun, 2 July 23

Next Article