LICના એક લાખથી વધુ કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ, 17% સુધી પગારમાં વધારો થશે

LIC Employees Salary Hike : દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલેકે LICના કર્મચારીઓના પગાર વધારાને સરકારે મંજૂરી આપી દીધી છે.

LICના એક લાખથી વધુ કર્મચારીઓને સરકારે આપી મોટી ભેટ, 17% સુધી પગારમાં વધારો થશે
| Edited By: | Updated on: Mar 16, 2024 | 6:43 AM

LIC Employees Salary Hike : દેશની સૌથી મોટી સરકારી જીવન વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલેકે LICના કર્મચારીઓના પગાર વધારાને સરકારે મંજૂરી આપી દીધી છે. એલઆઈસીની એક પ્રેસ રિલીઝ જણાવે છે કે, “સેલેરી બિલમાં કુલ 17 ટકાનો વધારો લાગુ પડશે. LICના 1,10,000થી વધુ કર્મચારીઓને તેનો લાભ મળશે.

આ પગાર વધારો 1 એપ્રિલ, 2010 પછી નિયુક્ત થયેલા લગભગ 24,000 NPS કર્મચારીઓના સારા ભવિષ્યની ખાતરી કરશે. તેમાં યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો સમાવેશ થાય છે.આ પગાર વધારા દ્વારા, 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થશે. જ્યારે 1 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. 30,000 પેન્શનરોને પણ પગાર વધારાનો લાભ મળવાની શક્યતા છે. વધારા બાદ LICના પગાર બિલમાં રૂપિયા 29,000 કરોડથી વધુનો વધારો થવાની શક્યતા છે.

4000 કરોડથી વધુનો ખર્ચ થશે

આ પગાર વધારાથી વાર્ષિક રૂ. 4000 કરોડથી વધુનો ખર્ચ થશે. એવું કહેવામાં આવ્યું છે કે પગાર વધારો ઓગસ્ટ 2022 થી લાગુ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આ ઉપરાંત ભથ્થાં સહિત, પગાર વધારો 22 ટકા સુધી રહી શકે છે. પગાર વધારા માટે સરકારની મંજૂરીથી વીમા કંપનીના 30,000 પેન્શનધારકોને પણ તેમના પેંશનમાં વધારા સહીત આર્થિક લાભ થશે. નોંધનીય છે કે 15 માર્ચે LICનો શેર 3.39 ટકા ઘટીને NSE પર રૂ. 926 પર બંધ થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1175 રૂપિયા છે.

સરકારે ડીએમાં વધારો કર્યો હતો

વર્ષ 2021 માં પગાર વધારાની જાહેરાત કરતી વખતે એલઆઈસીએ તેના કર્મચારીઓ માટે શનિવારે રજા અંગે પણ જાહેરાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રએ મોંઘવારી ભથ્થું (DA) ને વર્તમાન 46 ટકાથી વધારીને બેઝિક પગારના 50 ટકા સુધી કરી દેવાનું નક્કી કર્યું છે જેનાથી કર્મચારીઓમાં ખુશીનીલહેર ફેલાઈ છે. જે 1 જાન્યુઆરીથી લાગુ થયા તેવા સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીની જાહેરાતના ગણતરીના સમય પહેલા કર્મચારીઓને ખુબ મોટી ભેટ મળી છે.

આ પણ વાંચો : ગુજરાતીએ કાઢ્યું કાઠું, અદાણીએ તમામ અબજોપતિઓને છોડ્યા પાછળ, મસ્કથી બફેટ સુધી ચાલી રહી છે અનોખી રેસ

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 6:43 am, Sat, 16 March 24