વિશ્વની Top 10 કંપનીઓમાંથી ભારતની 4, દુનિયાની સૌથી મોટી કંપનીમાં TCS ત્રીજા નંબરે

|

Jan 28, 2021 | 6:27 PM

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સર્વિસ ફર્મ બની છે. આ કિસ્સામાં, એસેંચર અને આઈબીએમ (IBM) નાં નામ પ્રથમ બે સ્થળોએ છે. એક રિપોર્ટના અહેવાલમાં આ કહેવામાં આવ્યું છે. ભારતની ચાર કંપનીઓમાં વિશ્વની Top 10 Company TCS, Infosis, HCL અને Wipro નો સમાવેશ થાય છે.

વિશ્વની Top 10 કંપનીઓમાંથી ભારતની 4, દુનિયાની સૌથી મોટી કંપનીમાં TCS ત્રીજા નંબરે
Top-10-companies-in-india

Follow us on

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સર્વિસ ફર્મ બની છે. આ કિસ્સામાં, એસેંચર અને આઈબીએમ (IBM) નાં નામ પ્રથમ બે સ્થળોએ છે. એક રિપોર્ટના અહેવાલમાં આ કહેવામાં આવ્યું છે. ભારતની ચાર કંપનીઓમાં વિશ્વની Top 10 Company TCS, Infosis, HCL અને Wipro નો સમાવેશ થાય છે.

Top-10-companies-in-india

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વધતા વિદેશી વેપારને કારણે TCS વૃદ્ધિના માર્ગ પર છે. આ વર્ષ કંપની માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 11 ટકાના જંગી વધારા સાથે ટીસીએસનું બ્રાન્ડ વેલ્યુ 15 અબજ ડોલર પર પહોંચી ગયું છે. 26 અબજની બ્રાન્ડ વેલ્યુ સાથે એસેન્ચર સૌથી મૂલ્યવાન આઇટી કંપની છે.

આઈબીએમની બ્રાન્ડ વેલ્યુ $ 16.1 અબજ છે. TCSએ IBMથી તેના તફાવતને નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે. બ્રાન્ડ ફાઇનાન્સના સીઈઓ ડેવિડ હેએ કહ્યું કે સીઈઓ રાજેશ ગોપીનાથનના નેતૃત્વ હેઠળ TCSએ ઝડપથી પોતાને આગળ ધપાવી છે. TCSના ચીફ માર્કેટિંગ ઓફિસર રાજશ્રી આરએ કહ્યું કે બ્રાન્ડ તરીકે TCSની તાકાત તેના ગ્રાહકોના વિશ્વાસની સાક્ષી છે.

રિપોર્ટ અનુસાર, Infosis 8.4 અબજ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ચોથા ક્રમે છે. અહેવાલમાં Infosisને સૌથી ઝડપથી વિકસિત આઇટી બ્રાન્ડ ગણાવી છે, જે ત્રણ વર્ષમાં 29 ટકાથી વધુની વૃદ્ધિ સાથે છે. ઇન્ફોસિસે કોગ્નિઝન્ટને હરાવીને તેની જગ્યા બનાવી લીધી છે. કોગ્નિઝન્ટ 8 અબજ સાથે પાંચમા ક્રમે છે. ભારતીય કંપની HCL સાતમા અને Wipro નવમાં ક્રમે છે. Tech Mahindra પણ તીવ્ર લીડ સાથે સૂચિમાં 15 મા ક્રમે આવવામાં સફળ રહી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Published On - 6:24 pm, Thu, 28 January 21

Next Article