Stock Market ની Top – 10 કંપનીઓ પૈકી આઠના માર્કેટ કેપ 1.52 લાખનો ઉછાળો, Reliance નું માર્કેટ કેપ સૌથી વધુ

|

Oct 18, 2021 | 7:47 AM

એચડીએફસી બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 46,348.47 કરોડ વધીને રૂ 9,33,559.01 કરોડ થયું છે. SBI નું માર્કેટ વેલ્યુએશન 29,272.73 કરોડ રૂપિયા વધીને 4,37,752.20 કરોડ થયું છે. એ જ રીતે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ 18,384.38 કરોડ વધીને 17,11,554.55 કરોડ થયું છે.

Stock Market ની Top - 10 કંપનીઓ પૈકી આઠના માર્કેટ કેપ 1.52 લાખનો ઉછાળો, Reliance નું માર્કેટ કેપ સૌથી વધુ
Mukesh Ambani - Chairman , RIL

Follow us on

સેન્સેક્સ(Sensex)ની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપમાં ગત સપ્તાહે સામૂહિકરૂપે રૂ 1,52,355.03 કરોડનો વધારો થયો છે. એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને સૌથી વધુ ફાયદો થયો હતો. ગત સપ્તાહે BSEના 30 શેરો વાળા સેન્સેક્સમાં 1,246.89 પોઈન્ટ અથવા 2.07 ટકાનો વધારો થયો હતો. ગુરુવારે સેન્સેક્સે પ્રથમ વખત 61,000 નો આંકડો પાર કર્યો હતો. શુક્રવારે દશેરા નિમિત્તે બજારો બંધ રહ્યા હતા.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન એચડીએફસી બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 46,348.47 કરોડ વધીને રૂ 9,33,559.01 કરોડ થયું છે. SBI નું માર્કેટ વેલ્યુએશન 29,272.73 કરોડ રૂપિયા વધીને 4,37,752.20 કરોડ થયું છે. એ જ રીતે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ 18,384.38 કરોડ વધીને 17,11,554.55 કરોડ થયું છે.

ICICI બેન્કનું માર્કેટ કેપ રૂ 5 લાખ કરોડને પાર
ICICI બેંકનું માર્કેટ કેપ રૂ 16,860.76 કરોડ વધીને રૂ 5,04,249.13 કરોડ અને એચડીએફસીનું રૂ 16,020.7 કરોડ વધીને રૂ 5,07,861.84 કરોડ થયું છે. કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 15,944.02 કરોડ વધીને રૂ 3,99,810.31 કરોડ અને બજાજ ફાઇનાન્સ રૂ 7,526.82 કરોડ વધીને રૂ 4,74,467.41 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરે સપ્તાહ દરમિયાન 1,997.15 કરોડ રૂપિયા જોડ્યા અને તેનું બજાર મૂલ્ય 6,22,359.73 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

TCSની માર્કેટ કેપમાં 1.20 લાખ કરોડનો ઘટાડો
ટ્રેન્ડથી વિપરીત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 1,19,849.27 કરોડ ઘટીને રૂ 13,35,838.42 કરોડ થયું છે. TCS ના શેરમાં સોમવારે છ ટકાથી વધુનો ઘટાડો થયો હતો કારણ કે તેના ત્રિમાસિક પરિણામો અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. ઈન્ફોસિસની માર્કેટ કેપ પણ રૂ 3,414.71 કરોડ ઘટીને રૂ 7,27,692.41 કરોડ થઈ છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ રિલાયન્સ પ્રથમ ક્રમે
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. રિલાયન્સ પછી TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, ICICI બેન્ક, બજાજ ફાઇનાન્સ, SBI અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે.

શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે ?
છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર(Stock Market)માં જબરદસ્ત તેજી છવાયેલી છે.આ દરમિયાન ઘણા લોકો શેરબજારની નબળાઈ, વધતી વેલ્યુએશન અને દેશની આર્થિક સ્થિતિથી વિપરીત કંપનીઓના માર્કેટ વેલ્યુએશનમાં વધારોને લઈને ચિંતા ઉભી થઇ રહી છે. કેટલાક નિષ્ણાંત આ સ્થિતિમાં બજારમાં ૧૦ થી ૧૫ ટકા કરેક્શનનો અંદાજ લગાવી રહ્યા છે તો તેજી અટકવાના કોઈ અણસાર ન હોવાના પણ અભિપ્રાય મળી રહ્યા છે. આ સ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જોઈએ?

સના સિક્યોરિટીઝના સીઈઓ રજત શર્માએ કહ્યું છે કે શેરબજારમાં મોટો ઘટાડો થઈ શકે છે અને તેની પાછળ ઘણા કારણો છે જેને અવગણવા જોઈએ નહીં. રજત શર્માએ કહ્યું કે નિફ્ટીએ 13000-14000નું સ્તર પાર કર્યું ત્યારથી તેઓ બજારને લઈને ચિંતિત છે.

 

આ પણ વાંચો : BADBANK ની રચનાની કામગીરી તેજ બનાવાઈ, ખાનગી બેન્કોનો 49 ટકા હિસ્સો રહશે, જાણો શું છે બેડ બેન્ક?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં શું છે આજના લેટેસ્ટ રેટ

Published On - 7:46 am, Mon, 18 October 21

Next Article