સરકાર લોકોને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 – સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની સીરિઝ-VIII નું વેચાણ 29 નવેમ્બર, 2021થી શરૂ થયું છે અને આજે સમાપ્ત થશે. સોવરિન ગોલ્ડ બોન્ડની ખરીદી હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરમાં લોન્ચ કરાયેલા પોર્ટલ દ્વારા કરી શકાય છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22- સિરીઝ-8નું વેચાણ ચાલુ છે અને તે તેના નવા પોર્ટલ https://rbiretaildirect.org પર ઉપલબ્ધ રહેશે જ્યાંથી ખરીદી શકાય છે.
અત્યાર સુધી સોવરિન ગોલ્ડ બોન્ડ્સ માત્ર કોમર્શિયલ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસો, માન્ય સ્ટોક એક્સચેન્જો, NSE અને BSE માન્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા વેચવામાં આવતા હતા. પરંતુ આરબીઆઈ પોર્ટલ પણ સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદનારાઓ માટે એક નવો વિકલ્પ બની ગયો છે.
પીએમ મોદીએ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને આ નવા પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પોર્ટલની મુલાકાત લઈને તમે સીધા ટ્રેઝરી બિલ્સ, સિક્યોરિટીઝ, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ અને સ્ટેટ ડેવલપમેન્ટ લોન (SDL) ખરીદી શકો છો.
RDG ખાતું રિઝર્વ બેંકમાં ખોલવામાં આવશે
RBIની નવી સ્કીમ હેઠળ રિટેલ રોકાણકારોને RDG એકાઉન્ટ ઓનલાઈન ખોલવાની સુવિધા મળશે. આ ખાતાઓને રોકાણકારોના બચત ખાતા સાથે લિંક કરી શકાય છે. રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ (RDG) એકાઉન્ટનો ઉપયોગ સરકારી સિક્યોરિટીઝ ઇશ્યુ કરવાની પ્રક્રિયાના ભાગ રૂપે અને સેકન્ડરી માર્કેટ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે થઈ શકે છે.
સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ કિંમત RBI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર છે. સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપી છે. આવા રોકાણકારો માટે, ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત પ્રતિ ગ્રામ સોના માટે 4,741 રૂપિયા રહેશે.
આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ નવેમ્બર 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ભૌતિક સોનાની માગ ઘટાડવાનો અને સોનાની ખરીદી માટે ઉપયોગમાં લેવાતી ઘરગથ્થુ બચતના હિસ્સાને નાણાકીય બચતમાં જોડવાનો હતો.
આ પણ વાંચો : CM મમતા બેનર્જી સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીએ કરી મુલાકાત, તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ
આ પણ વાંચો : MUMBAI : મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને જરૂરી સહયોગની ખાતરી આપી, ઉદ્યોગકારોએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે દર્શાવી તત્પરતા
Published On - 7:44 am, Fri, 3 December 21