આફતમાંથી અવસર? કોરોના મહામારી દરમ્યાન કરોડપતિઓ સંખ્યામાં વધારો થયો, જાણો સર્વેના રસપ્રદ ફેક્ટ્સ

|

Feb 22, 2022 | 9:40 AM

હુરુન રિપોર્ટ અનુસાર વર્ષ 2026 સુધીમાં ભારતમાં 'ડોલર મિલિયોનેર'ની સંખ્યા 30 ટકા વધીને છ લાખ થઈ જશે.

આફતમાંથી અવસર? કોરોના મહામારી દરમ્યાન કરોડપતિઓ સંખ્યામાં વધારો થયો, જાણો સર્વેના રસપ્રદ ફેક્ટ્સ
દેશમાં કરોડપતિઓ સંખ્યામાં વધારો થયો

Follow us on

કોરોના(Corona)મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી અને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ એવા ઘણા લોકો હતા જેમની સંપત્તિમાં ભારે વધારો જોવા મળ્યો હતો. હુરુનના રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 મહામારીથી પ્રભાવિત વર્ષ 2021માં ભારતમાં ‘ડોલર મિલિયોનેર’(dollar-millionaire)એટલેકે 7 કરોડ રૂપિયાથી વધુની અંગત સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 11 ટકા વધીને 4.58 લાખ થઈ ગઈ છે જે છે.

જો કે, આ સમય દરમિયાન ખાનગી અને વ્યવસાયિક જીવનમાં ખુશ હોવાનો દાવો કરનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ખુશ હોવાનું કહેનારા લોકોની સંખ્યા ગયા વર્ષે ઘટીને 66 ટકા થઈ ગઈ છે જે 2020માં 72 ટકા હતી.

અમીર અને ગરીબ વચ્ચે વધતી જતી અસમાનતા

હુરુન રિપોર્ટના આ તારણો એવા સમયે આવ્યા છે જ્યારે ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે વધતી અસમાનતા અંગે ચિંતા વધી રહી છે. ઓક્સફેમના તાજેતરના અહેવાલમાં પણ આ અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યંત શ્રીમંત લોકો પર ઊંચા ટેક્સની સતત વધતી જતી માંગ વચ્ચે સર્વેક્ષણમાં સામેલ એક તૃતીયાંશ કરતાં પણ ઓછા લોકો માને છે કે વધુ કર ચૂકવવો એ સામાજિક જવાબદારીનું નિર્ણાયક ઘટક છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

2026 સુધીમાં ડોલર મિલિયોનેર વધીને 6 લાખ થશે

હુરુન રિપોર્ટ અનુસાર વર્ષ 2026 સુધીમાં ભારતમાં ‘ડોલર મિલિયોનેર’ની સંખ્યા 30 ટકા વધીને છ લાખ થઈ જશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈમાં સૌથી વધુ 20,300 ડોલર મિલિયોનેર છે. તે પછી 17,400 સાથે દિલ્હી અને 10,500 કરોડપતિ પરિવારો સાથે કોલકાતાનો નંબર આવે છે.

બાળકોના શિક્ષણ માટે અમેરિકાની પ્રથમ પસંદગી

સર્વેક્ષણમાં બે તૃતીયાંશ કરતાં વધુ કરોડપતિઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના બાળકોને શિક્ષણ માટે વિદેશ મોકલવા ઈચ્છે છે, જેમાં યુનાઈટેડ સ્ટેટ્સ તેમની પ્રથમ પસંદગી છે. કરોડપતિની મનપસંદ કારમાંથી ચોથા ભાગની કાર મર્સિડીઝ બેન્ઝ છે અને તેઓ દર ત્રણ વર્ષે તેમની કાર બદલી નાખે છે. ભારતીય હોટેલ્સની હોટેલ તાજ સૌથી પસંદગીની બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે જ્યારે તનિષ્ક ફેવરિટ જ્વેલરી બ્રાન્ડ છે.

લક્ઝરી બ્રાન્ડ્સ માટે ઉત્તમ તક

હુરુન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય સંશોધક અનુસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે આગામી દાયકામાં લક્ઝરી બ્રાન્ડ્સ અને સર્વિસ પ્રોવાઈડર્સ માટે ભારતમાં પ્રવેશવાની શ્રેષ્ઠ તક છે. આગામી સમયમાં આ કરોડપતિઓની સંખ્યામાં વધારો થશે. જો કે, અમીર અને ગરીબ વચ્ચેની વધતી જતી ખાઈ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : PPF Investment : આ રીતે પીપીએફમાં કરો બમણું રોકાણ, ટેક્સ પણ બચશે અને વળતર પણ સારૂં મળશે

 

આ પણ વાંચો : LIC પોલિસીધારકો માટે એલર્ટ! અપડેટ કરાવી લો પોતાના બેન્ક એકાઉન્ટની ડીટેલ્સ, ક્લેમની પ્રક્રિયામાં રહેશે સરળતા

Next Article