
Opening Bell : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે જોકે શરૂઆત ફ્લેટ નજરે પડી હતી. આજે સોમવારે 25 સપ્ટેમ્બર 2023 એ Sensex 73.84 પોઇન્ટ અથવા 66,082.99 ઉપર ખુલ્યો હતો તો બીજી તરફ નિફટીએ નજીવા વધારા સાથે 19,678.20 પર ટ્રેડિંગનો પ્રારંભ કર્યો હતો. જોકે ગણતરીના સમયમાં ટ્રેડિંગ લાલ નિશાન નીચે પણ જોવા મળ્યું હતું
વૈશ્વિક બજારમાંથી ન્યુટ્રલ સંકેતો મળ્યા હતા. આ અગાઉ ભારતીય બજારોમાં શુક્રવારે સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ 221 પોઈન્ટ ઘટીને 66,009 પર બંધ રહ્યો હતો.આ સમયે નિફટીની વાત કરીએતો 19,674.25 પર બંધ થયો હતો. ઇન્ડેક્સ 68.10 અંક અથવા
આ પણ વાંચો : Apple ભારતમાં 3 લાખ કરોડ iPhone બનાવશે, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ઉપર Make in India નો માર્ક જોવા મળશે
GIFT નિફ્ટી મામૂલી ઘટાડા સાથે 19700 ના સ્તરની નીચે સરકી ગયો છે. એશિયન બજારોમાં જાપાનના નિક્કી સિવાય તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકન વાયદા બજારોમાં સારી ખરીદી નોંધાઈ રહી છે.
| Company | Prev Close (Rs) | Current Price (Rs) | % Change |
| EKI Energy Services | 622.35 | 560.15 | -9.99 |
| Delta Corp Ltd. | 175.25 | 157.75 | -9.99 |
| Mazda Ltd. | 1,000.25 | 910 | -9.02 |
| Real Eco-Energy | 27.15 | 24.9 | -8.29 |
| Religare Enterprises | 272.45 | 253.1 | -7.1 |
| Medico Intercontinen | 76.16 | 71 | -6.78 |
| Bharat Bhushan Fin. | 29.49 | 27.55 | -6.58 |
| Rajapalayam Mill | 798.9 | 751 | -6 |
| STL Global Ltd. | 19.18 | 18.15 | -5.37 |
| Chennai Meenakshi Mu | 28 | 26.5 | -5.36 |
| Concord Drugs | 33.69 | 31.94 | -5.19 |
એક મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઈક્વિટી ડેરિવેટિવ્ઝ માટે ટ્રેડિંગ કલાકો વધારવાના માર્ગે છે.એક અહેવાલ અનુસાર NSE સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીના ટ્રેડિંગ સત્રની વિચારણા કરી રહ્યું છે જ્યાં બજારના સહભાગીઓ સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધીના નિયમિત ટ્રેડિંગ કલાકો પછી ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટનો વેપાર કરી શકે છે. અહેવાલમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે NSE આ સત્રને વધુ 11:30 વાગ્યા સુધી લંબાવી શકે છે. આ માહિતી હજુ સત્તાવાર જાહેર કરાઈ નથી.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
Published On - 9:16 am, Mon, 25 September 23