Online Voter Id: હવે વોટર આઈડી કાર્ડ ઓનલાઈન મળશે, ઘરે બેઠા આ એપથી ડાઉનલોડ કરો

|

Nov 28, 2021 | 10:09 AM

હવે મતદારો આના દ્વારા સરળતાથી તેમનું ઓળખ પત્ર ડાઉનલોડ કરી શકશે. આ સાથે તમે મતદાર યાદીમાં તમારું નામ સર્ચ કરી શકો છો. તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો, ફોર્મ પણ ભરી શકો છો. તેના આગમનથી લોકોમાં મતદાન માટે જાગૃતિ આવશે. તેમના મતદાનને લગતી કોઈપણ સમસ્યા થોડી મિનિટોમાં ઉકેલાઈ જશે.

Online Voter Id: હવે વોટર આઈડી કાર્ડ ઓનલાઈન મળશે, ઘરે બેઠા આ એપથી ડાઉનલોડ કરો
voter helpline android 2021

Follow us on

ભારતના ચૂંટણી પંચે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે એક એપ લોન્ચ કરી છે. આ એપનું નામ વોટર હેલ્પલાઇન એન્ડ્રોઇડ 2021(voter helpline android 2021) છે. કમિશને આ એપને એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે પ્લેસ્ટોર પર ઉપલબ્ધ કરાવી છે. આનાથી ચૂંટણીમાં મતદારોની સમસ્યા દૂર થશે.

હવે મતદારો આના દ્વારા સરળતાથી તેમનું ઓળખ પત્ર ડાઉનલોડ કરી શકશે. આ સાથે તમે મતદાર યાદીમાં તમારું નામ સર્ચ કરી શકો છો. તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો, ફોર્મ પણ ભરી શકો છો. તેના આગમનથી લોકોમાં મતદાન માટે જાગૃતિ આવશે. તેમના મતદાનને લગતી કોઈપણ સમસ્યા થોડી મિનિટોમાં ઉકેલાઈ જશે. વોટિંગ કાર્ડ કે વોટિંગ લિસ્ટમાં નામ ન હોવાને કારણે લોકો પોતાનો કિંમતી મત આપી શકતા નથી તેવું જોવા મળ્યું છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ એપ દ્વારા મતદાતાઓ સરળતાથી તેમનું વોટિંગ કાર્ડ અને યાદીમાં નામ જોઈ શકશે. જાણો આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી

  • આ એપ ડાઉનલોડ કરવા માટે, તમારી પાસે પહેલા સ્માર્ટફોન હોવો જરૂરી છે.
  • તમારા સ્માર્ટફોન પર પ્લેસ્ટોર પર જાઓ.
  • પ્લેસ્ટોર પર વોટર હેલ્પલાઈન એન્ડ્રોઈડ ટાઈપ કરો.
  • એપ ડાઉનલોડ કરવા માટે Install પર ક્લિક કરો.
  • એપ ડાઉનલોડ થશે ત્યારે સ્ક્રીન પર એક પેજ ખુલશે, Agree પર ક્લિક કરો.
  • ક્લિક કરવા પર તમને ઘણા વિકલ્પો દેખાશે.
  • આ વિકલ્પોમાં તમે મતદાર નોંધણી, ફરિયાદ, મતદાર માહિતી, બૂથ માહિતી, ઉમેદવારની માહિતી જેવા ઘણા વિકલ્પો જોશો. જેની મદદથી તમારી ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે.

 

શું ફાયદો થશે?

  • મતદારો સરળતાથી મતદાન યાદીમાં પોતાનું નામ ચકાસી શકશે.
  • નવા વ્યક્તિઓ સરળતાથી મતદાન કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે.
  • વોટિંગ સંબંધિત કોઈપણ ફરિયાદ એપ દ્વારા સરળતાથી કરી શકાય છે.
  • મતદારો આગામી ચૂંટણી અંગે માહિતી મેળવી શકશે.
  • તમે ઉમેદવારો વિશે માહિતી મેળવી શકો છો જેમ કે: તેમની પ્રોફાઇલ, સંપત્તિ, આવક, શિક્ષણ, ગુનાહિત બાબતો.
  • મતદાન અધિકારીઓનો સંપર્ક કરવો સરળ બનશે જેમ કે: BLO, ERO, DEO, CEO.

આયોગની આ એપથી હવે મતદાન ખૂબ જ સરળ બની જશે. આની મદદથી ચૂંટણીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ ઘરે બેસીને થશે, મતદાનની ટકાવારી પણ વધશે. જેના કારણે ચૂંટણીમાં સામાન્ય જનતાનો વિશ્વાસ પણ વધશે.

 

આ પણ વાંચો : સરકારી ઓઇલ કંપનીઓ Model Retail Outlet Scheme શરૂ કરશે. 70 હજારથી વધુ આઉટલેટના નેટવર્ક માટે તૈયારી હાથ ધરાઈ

 

આ પણ વાંચો : Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને ‘916’ કેમ કહેવાય છે? જાણો વિગતવાર

 

Next Article