Oil India બન્યું મહારત્ન, ONGC Videsh ને મળ્યો નવરત્નનો દરજ્જો, જાણો શું થશે ફાયદો

|

Aug 05, 2023 | 6:25 AM

સરકારે ઓઈલ ઈન્ડિયા લિમિટેડ(Oil India Ltd.) અને ONGC વિદેશ લિમિટેડ (OVL)ને મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરની કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડને 'મહારત્ન' (Maharatna)કંપનીની શ્રેણીમાં સામેલ કરવાની મંજૂરી આપી છે જ્યારે ONGC વિદેશને નવરત્ન(Navratna)નો દરજ્જો મળ્યો છે.

Oil India બન્યું મહારત્ન, ONGC Videsh ને મળ્યો નવરત્નનો દરજ્જો, જાણો શું થશે ફાયદો

Follow us on

સરકારે ઓઈલ ઈન્ડિયા લિમિટેડ(Oil India Ltd.) અને ONGC વિદેશ લિમિટેડ (OVL)ને મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરની કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડને ‘મહારત્ન’ (Maharatna)કંપનીની શ્રેણીમાં સામેલ કરવાની મંજૂરી આપી છે જ્યારે ONGC વિદેશને નવરત્ન(Navratna)નો દરજ્જો મળ્યો છે.

આ પગલાથી ઓઈલ ઈન્ડિયાના બોર્ડને નાણાકીય નિર્ણયો લેવાની વધુ સત્તા મળશે. આ નિર્ણય પછી, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ભારતની 13મી મહારત્ન CPSE (સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ) બની ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝે ટ્વિટર પર લખ્યું છે કે નાણામંત્રીએ ઓઇલ ઇન્ડિયા લિમિટેડને મહારત્ન CPSE દરજ્જો આપવાની મંજૂરી આપી છે. OIL CPSEમાં 13મી મહારત્ન કંપની હશે.

OILએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 41,039 કરોડની આવક અને રૂ. 9,854 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. મહારત્નનો દરજ્જો મેળવવા માટે, કંપનીનું સરેરાશ ટર્નઓવર રૂ. 25,000 કરોડથી વધુ, સરેરાશ વાર્ષિક નેટવર્થ રૂ. 15,000 કરોડથી વધુ અને અગાઉના ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 5,000 કરોડથી વધુ હોવો જોઈએ. મહારત્નનો દરજ્જો મળવાથી કંપનીને મૂડી ખર્ચ પર વધુ અધિકારો મળે છે. ઉપરાંત, આ કંપનીઓને બજેટરી સપોર્ટ અથવા સરકારી ગેરંટી પર આધાર રાખવો પડતો નથી.

પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા
Triphala: ત્રિફળા ક્યા સમયે ખાવી જોઈએ?
Tomato Soup : દરરોજ ટમેટાનું સૂપ પીવાથી શું ફાયદો થાય છે?
ઘરમાં કે ઘરની બહાર લીમડો ઉગવો શુભ કે અશુભ? આટલું જાણી લેજો
પ્લેનના પાઇલટને કેવી રીતે ખબર પડે છે કે લેફ્ટ જવું કે રાઈટ?

નવરત્ન બનવાના ફાયદા

જાહેર સાહસોના વિભાગે અન્ય એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નાણામંત્રીએ ONGC વિદેશ લિમિટેડ (OVL)ને નવરત્ન CPSE દરજ્જો આપવાની મંજૂરી આપી છે. CPSEsમાં OVL એ 14મી નવરત્ન કંપની છે. OVL એ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 11,676 કરોડની વાર્ષિક આવક અને રૂ. 1,700 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો હતો. ONGC વિદેશ એ ONGCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને વિદેશી કંપની છે. નવરત્નનો દરજ્જો કંપનીને વધુ નાણાકીય અને ઓપરેશનલ પાવર આપશે. કંપની સરકારની મંજૂરી વિના કોઈપણ એક પ્રોજેક્ટમાં રૂ. 15,000 અથવા તેની નેટવર્થના 15% સુધીનું રોકાણ કરી શકે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર હાલમાં દેશમાં 12 મહારત્ન કંપનીઓ છે. ઓઈલ ઈન્ડિયાનું નામ જોડાયા બાદ આ સંખ્યા 13 થઈ ગઈ છે. અત્યાર સુધી તે નવરત્ન કંપનીઓની યાદીમાં સામેલ હતી. દેશમાં કુલ 13 નવરત્ન કંપનીઓ છે. આ સિવાય મિનીરત્ન I CPSE કેટેગરીમાં કુલ 62 કંપનીઓ સામેલ છે. મિનીરત્ન II CPSE યાદીમાં કુલ 11 નામ સામેલ કરવામાં આવ્યા છે.