Nykaa IPO Allotment Status: શું તમે આ કંપનીમાં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

|

Nov 09, 2021 | 11:56 AM

Nykaa IPOના શેરની ફાળવણી થઈ રહી છે. Nykaa અને Nykaa Fashions ની મૂળ કંપની FSN E-Commerce Venturesનો ઈશ્યુ 28 ઓક્ટોબરે ખુલ્યો અને 1 નવેમ્બરે બંધ થયો હતો.

Nykaa IPO Allotment Status: શું તમે આ કંપનીમાં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં
Nykaa IPO Allotment Status

Follow us on

Nykaa IPO allotment: IPO માર્કેટમાં તેજી છવાઈ છે. સોમવારે એક તરફ Paytmનો IPO ખુલ્યો છે અને બીજી તરફ Nykaa IPOના શેરની ફાળવણી થઈ રહી છે. Nykaa અને Nykaa Fashions ની મૂળ કંપની FSN E-Commerce Venturesનો ઈશ્યુ 28 ઓક્ટોબરે ખુલ્યો અને 1 નવેમ્બરે બંધ થયો હતો.

છેલ્લા દિવસ સુધી આ IPO 81.78 વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત શેર 12.06 ગણો ભરાયો હતો. બીજી તરફ NIIનો હિસ્સો 112.02 ગણો હતો અને QIBએ તેના શેર કરતાં 91.18 ગણો બિડ થયો હતો જ્યારે કંપનીના કર્મચારીઓ માટે અનામત શેર 1.87 ગણી બિડ મેળવ્યો હતો.

GMP શું છે?
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર Nykaa ના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 650ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીની ઈશ્યૂ કિંમત 1085-1125 રૂપિયા છે. આ હિસાબે Nykaa ના શેર રૂ 1775 (1125 + 650) પર ટ્રેડ થઈ રહ્યા છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

શેર એલોટમનેટ અને લિસ્ટિંગ ક્યારે થશે?
Nykaa શેરનું એલોટમેન્ટ આજે થયું છે જેમને આ શેર્સ નહીં મળે તેમના પૈસા આજથી પાછા આવશે જ્યારે જેઓને Nykaa ના શેર મળશે તેમના શેર તેમના ડીમેટ ખાતામાં 10 નવેમ્બરથી દેખાવા લાગશે. કંપનીના શેરનું લિસ્ટિંગ BSE- NSE પર 11 નવેમ્બરે થશે.

 

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  •  હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  •  તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  •  હવે Search પર ક્લિક કરો.
  •  હવે આખી વિગત તમને જોવા મળશે.

 

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે linkintime એ IPO ના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.

 

આ પણ વાંચો : રિલાયન્સ ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળશે, જાણો કેમ લેવાયો નિર્ણય

 

આ પણ વાંચો : Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર

Published On - 8:58 am, Tue, 9 November 21

Next Article