સરકારી કંપની NTPC પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ખરીદશે હિસ્સો, જાણો શું છે તેનો હેતુ

|

Jan 02, 2022 | 11:29 PM

સરકારી માલિકીની પાવર કંપની NTPC પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (PXIL)માં 5 ટકાનો ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવા વિચારી રહી છે. 

સરકારી કંપની NTPC પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ખરીદશે હિસ્સો, જાણો શું છે તેનો હેતુ
Symbolic Image

Follow us on

સરકારી માલિકીની પાવર કંપની NTPC પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (Power Exchange of India Limited – PXIL)માં 5 ટકાનો ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવા માગે છે. પ્રતિષ્ઠીત મીડિયાના અહેવાલ મુજબ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની ઘણા ઈલેક્ટ્રીસીટી ટ્રેડીંગ (electricity trading) ઓપ્શન ઓફર કરે છે. PXILએ ભારતનું પ્રથમ સંસ્થાકીય રીતે પ્રમોટેડ પાવર એક્સચેન્જ (power exchange) છે, જે વર્ષ 2008થી બહુવિધ વીજળી ટ્રેડિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે અને ખરીદદારોની સાથે વેચાણકર્તાઓને પણ જોડી રહી છે.

એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે NTPC PXILમાં પાંચ ટકા સુધીનો ઈક્વિટી હિસ્સો ખરીદવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે 2023-24 સુધીમાં ભારતમાં કુલ વીજ પુરવઠાના 25 ટકા સુધી શેર બજાર વધારવાના સરકારના ઈરાદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું NTPC PXILમાં 5 ટકાથી વધુ ઈક્વિટી હિસ્સો હસ્તગત કરશે, અધિકારીએ સમજાવ્યું કે NTPC PXILમાં 5 ટકાથી વધુ ઈક્વિટી હિસ્સો ખરીદી શકે નહીં, કારણ કે તે ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ખરીદનાર અથવા વેચનાર પણ હોઈ શકે છે.

PXILની રચના 2008માં થઈ હતી

કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા મુજબ PXILની અધિકૃત શેર મૂડી 120 કરોડ રૂપિયા છે અને ચૂકવેલ મૂડી 58.47 કરોડ રૂપિયા છે. PXILની રચના 20 ફેબ્રુઆરી 2008ના રોજ થઈ હતી. સરકાર 2023-24 સુધીમાં દેશના કુલ વીજ પુરવઠામાં સ્પોટ પાવર માર્કેટનો હિસ્સો વધારીને 25 ટકા કરવા માંગે છે. આ ડ્રાફ્ટ નેશનલ ઈલેક્ટ્રિસિટી પોલિસી (NEP)નો ભાગ હોઈ શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તમને જણાવી દઈએ કે આ સિવાય NTPCએ પોતાનું ક્લીન એનર્જી યુનિટ NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ (NREL)ને ઓક્ટોબર 2022માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરતા પહેલા વ્યૂહાત્મક રોકાણકારને સામેલ કરવાની યોજના ધરાવે છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી. એનટીપીસીએ આગામી ત્રણ વર્ષોમાં કુલ 15,000 કરોડ રૂપિયાની ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના બનાવી છે, જે હેઠળ NREL લિસ્ટ થવાનું છે.

ડિસઈન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળ નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ અને NTPC વિદ્યુત વેપાર નિગમ લિમિટેડ પણ માર્ચ 2024 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થશે. આ યોજનામાં NTPC-SAIL પાવર કંપની લિમિટેડ (NSPCL)માં હિસ્સાના વેચાણનો પણ સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :  વેપારીઓએ સરકારને ઈ-કોમર્સ નિયમો હળવા ન કરવાની કરી માંગ, CAITએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો પત્ર

Next Article