Stock Market: રોકાણકારો માટે ખાસ! વર્ષ 2026 માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે, NSE એ કેલેન્ડર બહાર પાડ્યું

નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) વર્ષ 2026 માટે ટ્રેડિંગ હોલિડે કેલેન્ડર બહાર પાડ્યું છે, જે મુજબ ભારતીય શેરબજાર આવતા વર્ષે કુલ 15 દિવસ બંધ રહેશે.

Stock Market: રોકાણકારો માટે ખાસ! વર્ષ 2026 માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે, NSE એ કેલેન્ડર બહાર પાડ્યું
| Updated on: Dec 12, 2025 | 8:35 PM

નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) એ 2026 માટે તેનું ટ્રેડિંગ હોલિડે કેલેન્ડર બહાર પાડ્યું છે, જે મુજબ ભારતીય શેરબજાર આવતા વર્ષે કુલ 15 દિવસ બંધ રહેશે.

આ રજાઓમાં પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતિ જેવા નેશનલ કાર્યક્રમો તેમજ દિવાળી, હોળી અને ઈદ જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, આમાંથી પાંચ રજાઓ શુક્રવારે આવે છે, જેના કારણે ટ્રેડર્સ અને રોકાણકારો લાંબા વીકેન્ડનો લાભ મેળવી શકે છે.

No. Date Day Festival
1 26 January, 2026 સોમવાર પ્રજાસત્તાક દિવસ
2 3 March, 2026 મંગળવાર હોળી
3 26 March, 2026 ગુરુવાર શ્રામ નવમી
4 31 March, 2026 મંગળવાર  મહાવીર જયંતિ
5 03 April, 2026 શુક્રવાર ગુડ ફ્રાઈડે
6 14 April, 2026 મંગળવાર ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ
7 01 May, 2026 શુક્રવાર મહારાષ્ટ્ર દિવસ
8 28 May, 2026 ગુરુવાર બકરી ઈદ
9 26 June, 2026 શુક્રવાર મોહરમ
10 14 September, 2026 સોમવાર ગણેશ ચતુર્થી
11 02 October, 2026 શુક્રવાર મહાત્મા ગાંધી જયંતિ
12 20 October, 2026 મંગળવાર દશેરા
13 10 November, 2026 મંગળવાર દિવાળી – બલિપ્રતિપદા
14 24 November, 2026 મંગળવાર પ્રકાશ ગુરપુરબ શ્રી ગુરુ નાનક દેવ
15 25 December, 2026 શુક્રવાર ક્રિસમસ

વધુમાં, રવિવાર, 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક ખાસ ટ્રેડિંગ સત્ર યોજાઈ શકે છે, કેમ કે તે દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે તેવી અપેક્ષા છે. પોલિસી એનાઉન્સમેન્ટ પર માર્કેટના પ્રતિભાવને સરળ બનાવવા માટે ‘બજેટ ડે ટ્રેડિંગ’ અગાઉના વીકેન્ડ પર થાય છે.

પરંપરાગત રીતે, બજેટના દિવસે બજારો ખુલ્લા રાખવામાં આવે છે, જેથી રોકાણકારો સરકારની નીતિ જાહેરાતો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી શકે. બજાર નિષ્ણાતો માને છે કે, બજેટ ડે ટ્રેડિંગ ઘણીવાર હાઇ વોલેટિલિટી લાવે છે. આથી, રોકાણકારો આ દિવસે મહત્વપૂર્ણ નિર્ણયો કાળજીપૂર્વક લે છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.