NPS : પેંશનર્સને માટે આવી ખુશખબર, PFRDA લાવી રહ્યું છે મિનિમમ ગેરંટી રિટર્ન સ્કીમ, જાણો કેટલું મળશે રિટર્ન

સબસ્ક્રાઇબર મોબાઇલ એપ્લિકેશન અને સિસ્ટમ દ્વારા તેના NPS એકાઉન્ટને ઓનલાઈન એક્સેસ કરી શકે છે. એટલે કે આ સ્કીમનો લાભ લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારા બધા કામ ઘરે બેઠા જ થઈ જશે.

NPS : પેંશનર્સને માટે આવી ખુશખબર, PFRDA લાવી રહ્યું છે મિનિમમ ગેરંટી રિટર્ન સ્કીમ, જાણો કેટલું મળશે રિટર્ન
National Pension Scheme
| Edited By: | Updated on: Aug 09, 2022 | 6:51 AM

દેશભરના લાખો પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પેન્શન રેગ્યુલેટર PFRDA નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) હેઠળ મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ(Minimum Assured Return Scheme) લાવવાનું છે. આ યોજનાના પેન્શનરોને સારો લાભ મળશે. પ્રોગ્રામ હેઠળ મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ લોન્ચ કરવાની તૈયારી છે. જે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં 30 સપ્ટેમ્બર સુધીમાં શરૂ કરાઈ શકે છે. નેશનલ પેંશન સ્કીમ જાન્યુઆરી 2004 માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. તે 2009 માં તમામ વર્ગના લોકો માટે ખોલવામાં આવ્યું હતું. જો તમે નિવૃત્તિ પછી પણ નિયમિત આવક ઈચ્છો છો, તો આ માટે આયોજન સૌથી મહત્વપૂર્ણ છે.

30મી સપ્ટેમ્બરથી યોજના

PFRDAના ચેરપર્સન સુપ્રતિમ બંદ્યોપાધ્યાયનું કહેવું છે કે અમે હાલમાં મિનિમમ ગેરંટી રિટર્ન સ્કીમ પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે PFRDA તેના રોકાણકારો પર ફુગાવો અને રૂપિયાના અવમૂલ્યનની અસરને સમજે છે. હાલમાં, NPSમાં મિનિમમ રિટર્ન સ્કીમ પર કામ ચાલી રહ્યું છે જેનાથી રોકાણકારો મોટી રકમ મેળવી શકશે. મિનિમમ ગેરંટી સ્કીમ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.

10.27% વાર્ષિક રિટર્ન

સુપ્રતિમ બંદોપાધ્યાયનું કહેવું છે કે છેલ્લા 13 વર્ષમાં નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણકારોને વાર્ષિક 10.27% કરતા વધુ વળતર મળ્યું છે. વધતી જતી મોંઘવારીથી રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી રોકાણકારોને NPS હેઠળ મજબૂત વળતર મળશે. ગેરંટી રિટર્ન સ્કીમ આવવાથી દેશના કરોડો લોકોને ફાયદો થશે અને નેશનલ પેન્શન માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થશે.

20 લાખ સબ્સ્ક્રાઇબર્સ

PFRDAના ચેરપર્સન અનુસાર પેન્શન એસેટ્સનું કદ રૂ. 35 લાખ કરોડ છે જેમાંથી 22 ટકા એટલે કે કુલ રૂ. 7.72 લાખ કરોડ NPS અને 40 ટકા EPFO ​​(કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) પાસે છે. યોજનામાં જોડાવાની મહત્તમ ઉંમર હવે વધારીને 70 વર્ષ કરવામાં આવી છે, જેના કારણે સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે. હવે ગ્રાહકોની કુલ સંખ્યા 3.41 લાખથી વધીને 9.76 લાખ થઈ ગઈ છે.

ઑનલાઇન ઍક્સેસ

સબસ્ક્રાઇબર મોબાઇલ એપ્લિકેશન અને સિસ્ટમ દ્વારા તેના NPS એકાઉન્ટને ઓનલાઈન એક્સેસ કરી શકે છે. એટલે કે આ સ્કીમનો લાભ લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારા બધા કામ ઘરે બેઠા જ થઈ જશે.