અગત્યના સમાચાર, 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે ગૂગલ પે, પેટીએમ અને ફોન પેના UPI આઈડી, આ છે કારણ

જો તમે પણ નાના-નાના ટ્રાન્જેક્શન માટે ઓનલાઈન યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરો છો તો એલર્ટ થઈ જજો, ગૂગલ પે, ફોન પે અને પેટીએમના યુઝર્સને તેમની યૂપીઆઈ આઈડીને 31 ડિસેમ્બરથી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

અગત્યના સમાચાર, 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે ગૂગલ પે, પેટીએમ અને ફોન પેના UPI આઈડી, આ છે કારણ
UPI Payment
| Edited By: | Updated on: Nov 19, 2023 | 5:42 PM

જો તમે પણ ગૂગલ પે, પેટીએમ અથવા ફોન પે પર યુપીઆઈનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ઘણા યુઝર્સની યૂપીઆઈ આઈડીને 31 ડિસેમ્બરથી બંધ કરવાનો આદેશ NPCIએ આપ્યો છે. NPCIએ ગૂગલ પે, પેટીએમ અને ફોન પેને એક સર્ક્યુલર જાહેર કરતા કહ્યું છે કે જે યૂપીઆઈ આઈડી એક વર્ષથી એક્ટિવેટ નથી, એટલે કે જે યૂઝર્સે એક વર્ષથી પોતાના કોઈ યૂપીઆઈ આઈડીથી લેણદેણ કરી નથી તો તેને 31 ડિસેમ્બર 2023 પછી બંધ કરી દેવામાં આવશે.

શું છે NPCI?

NPCI એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે, જે ભારતના રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ છે. એટલે કે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ જેવી એપ્સ આ ગાઈડન્સ પર કામ કરે છે, સાથે જ કોઈ પ્રકારના વિવાદની સ્થિતિમાં પણ NPCI મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે.

શું કહે છે NPCIનો નિયમ?

NPCIના સર્ક્યુલર મુજબ 1 વર્ષથી ઉપયોગ ના કરવામાં આવેલા યૂપીઆઈ આઈડીને બંધ કરવાનું કારણ યૂઝર સિક્યોરિટી છે. હાલમાં ઓનલાઈન ફ્રોડના ઘણા કેસ સામે આવી રહ્યા છે. જ્યાં ઓનલાઈન યૂપીઆઈ આઈડીથી પણ કૌભાંડ થઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન યુપીઆઈથી થતાં કૌભાંડને રોકવા માટે NPCIએ આ આદેશ આપ્યો છે. ઘણી વખત યૂઝર્સ પોતાના જૂના નંબરને ડીલિંક કરીને નવુ આઈડી બનાવી લેતા હોય છે, જે ફ્રોડનું કારણ બની શકે છે. ત્યારે NPCI તરફથી જુના આઈડીને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારત 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો, જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:39 pm, Sun, 19 November 23