જો તમે ICICI બેંકના ગ્રાહક છો અને તમને રોકડ ઉપાડ માટે ATM કાર્ડ સાથે રાખવાનું મુશ્કેલ લાગે છે અથવા તમારું ATM કાર્ડ ઘરે ભૂલી ગયા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.હવે ICICI બેંક તેના ગ્રાહકોને ATM અથવા DEBIT CARD વિના પણ રોકડ ઉપાડવાની મંજૂરી આપે છે. બેંકે આ સુવિધાને કાર્ડલેસ કેશ વિડ્રોઅલ(Cardless Cash Withdrawal) નામ આપ્યું છે.
આ માટે તમારા ફોનમાં ICICI બેંકની iMobile એપ હોવી જરૂરી છે. આ એપ દ્વારા તમે દેશમાં 15 હજારથી વધુ ICICI બેંકના ATMમાંથી રોકડ ઉપાડી શકો છો. કાર્ડલેસ રોકડ ઉપાડ દ્વારા તમે એક જ વ્યવહારમાં 20,000 રૂપિયા સુધી અને ICICI ATMમાંથી એક દિવસમાં મહત્તમ 20,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો.
iMobile Appમાં સુવિધા ક્યાં ઉપલબ્ધ થશે?
iMobile Appમાં તમારે Services પર ક્લિક કરવાનું રહેશે, હવે કાર્ડલેસ કેશ ઉપાડ (Cardless Cash Withdrawal)વિકલ્પ પર ક્લિક કરો. આ પછી At ICICI ATM પસંદ કરો. હવે રકમ અને 4 અંકનો ટેમ્પરરી પિન દાખલ કરો. આ પછી તમને SMS દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 અંકનો કોડ મળશે. આ કોડ 6 કલાક માટે માન્ય છે.
ICICI બેંકના ATM પર આ સ્ટેપ્સ અનુસરો
હવે તમારે પહેલા ICICI બેંકના ATMમાં જવું પડશે. જ્યાં તમારે ‘Cardless Cash Withdrawal પર ક્લિક કરીને આ માહિતી ભરવાની રહેશે.
SBI એ ATM માંથી ઉપાડ માટે OTP ફરજીયાત બનાવ્યો
SBI એ ATM વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે OTP આધારિત વ્યવહારનો નવો નિયમ રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો માત્ર OTPના આધારે જ ATMમાંથી રોકડ ઉપાડી શકશે. ગ્રાહકોને પહેલા તેમના મોબાઈલ ફોન પર એક OTP મળશે જેના આધારે ATMમાંથી રોકડ ઉપાડી શકાય છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. ATM ક્લોનિંગ અથવા અન્ય છેતરપિંડીઓ ટાળવામાં આવશે કારણ કે OTP વિના કોઈ રોકડ વ્યવહાર થશે નહીં. ATMમાં મોબાઈલ ફોન પર મળેલો OTP દાખલ કર્યા પછી જ પૈસા ઉપાડી શકાશે.
આ પણ વાંચો : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 40 હજાર કરોડનું રોકાણ થયું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત
આ પણ વાંચો : તમારા e-SHRAM Card ની તસ્વીર પસંદ નથી? આ રીતે કરો પોર્ટલ ઉપર ફોટો અપડેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા