જ્યારે તમે સવારે ઓફિસ માટે ઘરેથી નીકળો છો કે જાહેર રસ્તા નજીક ઘર , ઓફિસ કે જાહેર સ્થળે છો ત્યારે તમે રસ્તા પર વાહનોના હોર્નથી પરેશાન થાઓ છો. રસ્તા પર આગળ વાહનોની કતાર અને પી-પી, પો-પો ના અવાજ પાછળથી આવતા સાંભળીને ક્યારેક ગુસ્સો આવી જાય છે. વાહનોના હોર્નના અવાજો એટલા કર્કશ હોય છે કે ક્યારેક આ કારણોસર ટ્રાફિક સિગ્નલો પર ઝઘડા પણ થાય છે.
જો તમે પણ રસ્તાઓ પર વાહનોના હોર્નથી પરેશાન છો, તો તમારા માટે એક રાહતનાસમાચાર છે. સમાચાર છે કે કેન્દ્ર સરકાર વાહનોના હોર્નના અવાજને લઈને નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જેઓ તેમના કામ માટે અવારનવાર સમાચારોમાં રહે છે તેઓ હોર્નના અવાજને થતી પરેશાનીને હલ કરવા માટે નવા નિયમો પર કામ કરી રહ્યા છે.
મંત્રાલયની તૈયારી શું છે?
નીતિન ગડકરીએ ખુદ નવા નિયમો અંગે મંત્રાલયની તૈયારી વિશે માહિતી શેર કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તમે વાહનોના હોર્નના કર્કશ અવાજથી છુટકારો મેળવશો. વાહનોના હોર્નના પીડાદાયક અવાજ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે તેમના મંત્રાલયના અધિકારીઓ કારના હોર્નનો અવાજ બદલવા પર કામ કરી રહ્યા છે.
હોર્નનો અવાજ બદલવામાં આવશે!
જો કોઈ તમારી પાછળથી હોર્ન વગાડે અને તમે વાંસળી અથવા વાયોલિનની ધૂન સાંભળો તો તેનો અનુભવ કેવો રહશે? સરકારની કેટલીક આવી જ તૈયારી છે. કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં વાહનોના હોર્નના ઘોંઘાટિયા અવાજથી મુક્તિ મળશે. હોર્નના કર્કશ અવાજને બદલે ભારતીય સંગીતનાં મધુર અવાજ સંભળાશે.
કેન્દ્રીય મંત્રીએ પોતાનો અનુભવ વર્ણવ્યો
નીતિન ગડકરીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેઓ નાગપુરમાં 11 મા માળે રહે છે. દરરોજ સવારે 1 કલાક પ્રાણાયામ કરે છે અને આ દરમિયાન રસ્તા પર વગાડવામાં આવતા વાહનોના હોર્ન સવારના ધ્યાનને ખલેલ પહોંચાડે છે. આ સમસ્યાનો સામનો કરતા તેના મનમાં વિચાર આવ્યો કે વાહનોના હોર્ન યોગ્ય હોવા જોઈએ. તેમણે કહ્યું કે અમે વિચારવાનું શરૂ કર્યું છે કે કારના હોર્નનો અવાજ ઇન્ડિયન મ્યુઝિકલ ઈન્સ્ટુમેન્ટનો હોવો જોઈએ અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
હોર્નને બદલે તમે વાંસળી અને વાયોલિનની ધૂન સાંભળશો
એક સમાચાર અનુસાર સરકાર આદેશ આપી શકે છે કે વાહનોના હોર્ન ભારતીય સંગીતનાં સાધનો જેવા હોવા જોઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે હોર્નથી તબલા, તાલ, વાયોલિન, બ્યુગલ, વાંસળી જેવા વાજિંત્રોનો અવાજ હોર્નથી સાંભળવો જોઈએ.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હોર્ન સંબંધિત કેટલાક નવા નિયમો માત્ર વાહન ઉત્પાદકોને જ લાગુ પડશે. આ એટલા માટે છે કે જ્યારે વાહનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમની પાસે યોગ્ય પ્રકારના હોર્ન હશે. નવા નિયમોના અમલ બાદ વાહનોના હોર્નને બદલે તબલા, તાલ, વાયોલિન, બ્યુગલ, વાંસળી વગેરેની ધૂન સાંભળી શકાશે.
આ પણ વાંચો : Alert ! જો 30 સપ્ટેમ્બર સુધી નહિ પતાવો આ કામ તો કોઈ પણ ફાયનાન્શીયલ ટ્રાન્ઝેક્શન થશે નહીં, જાણો શું છે કારણ?