હવે રાશનની દુકાનો પર માત્ર અનાજનું વિતરણ નહીં પણ પાન કાર્ડ, મતદાર કાર્ડ અને બિલ પેમેન્ટ થશે ! જાણો કઈ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે

|

Sep 22, 2021 | 9:28 AM

હવે રાશનની દુકાનોને CSC સેવા કેન્દ્રો તરીકે વિકસાવી શકાય છે. આવા CSC કેન્દ્રોને તેમની સુવિધા મુજબ વધારાની સેવાઓ પસંદ કરવાનું કહેવામાં આવશે. આમાં બિલ ચુકવણી, પાન અરજી, પાસપોર્ટ અરજી, ચૂંટણી પંચ સંબંધિત સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

સમાચાર સાંભળો
હવે રાશનની દુકાનો પર માત્ર અનાજનું વિતરણ નહીં પણ પાન કાર્ડ, મતદાર કાર્ડ અને બિલ પેમેન્ટ થશે ! જાણો કઈ  વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે
Ration Shop

Follow us on

આમ આદમીનેને સંભવ તમામ સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર સતત મોટા પગલાં લઈ રહી છે. હવે તમારા પડોશના રેશનની દુકાનો(Ration Shop)ને કોમન સર્વિસ સેન્ટરમાં રૂપાંતરિત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ, જે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ આવે છે, તેણે CSC ઇ-ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ (CSC) સાથે જોડાણ કર્યું છે. આ પગલાંથી રેશનની દુકાનોની આવકમાં વધારો થશે. રાશન લેવા ઉપરાંત લોકો આ દુકાનો દ્વારા પાન કાર્ડ અને પાસપોર્ટ માટે પણ અરજી કરી શકશે. એટલું જ નહીં અહીં વીજળી અને પાણીના બિલ પણ જમા કરાવી શકાય છે.

રાશનની દુકાનનું નામ સાંભળીને આ છબી ધ્યાનમાં આવે છે કે ત્યાં ઘણી બોરીઓ રાખવામાં આવશે અને ત્યાં એક વજનકાંટો હશે જ્યાં લોકોને અનાજ આપવામાં આવશે. પરંતુ હવે આ બદલાવા જઈ રહ્યું છે, કારણ કે હવે રાશનની દુકાનો પર અનાજના વેચાણની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. અત્યાર સુધી રાશનની દુકાનો પર માત્ર અનાજ અથવા તેલ જેવી સરકારી વસ્તુઓ ઉપલબ્ધ હતી, પરંતુ હવે આ દુકાનોમાંથી CSC સંબંધિત સેવાનો લાભ પણ મેળવી શકાય છે.

શું મળશે સુવિધા ?
સત્તાવાર માહિતી મુજબ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઇન્ડિયા લિમિટેડ મોડેલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) સાથે હસ્તાક્ષર કર્યા છે . રાશનની દુકાનો માટે ઈચ્છુક વાજબી ભાવની દુકાન ડીલરો દ્વારા સીએસસી સેવાઓ પુરી પાડીને આવક ઉભી કરાશે. એમઓયુ પર ડેપ્યુટી સેક્રેટરી જ્યોત્સના ગુપ્તા અને સીએસસીના વાઇસ પ્રેસિડેન્ટ સાર્થિક સચદેવે હસ્તાક્ષર કર્યા હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

હવે રાશનની દુકાનોને CSC સેવા કેન્દ્રો તરીકે વિકસાવી શકાય છે. આવા CSC કેન્દ્રોને તેમની સુવિધા મુજબ વધારાની સેવાઓ પસંદ કરવાનું કહેવામાં આવશે. આમાં બિલ ચુકવણી, પાન અરજી, પાસપોર્ટ અરજી, ચૂંટણી પંચ સંબંધિત સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ સેવાઓ ગ્રાહકને નજીકની રેશન શોપ પર ઉપલબ્ધ થશે અને બીજી બાજુ આ દુકાનોને વધારાની આવકનો સ્ત્રોત પણ મળશે.

જણાવી દઈએ કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ કેન્દ્ર સરકાર રાશનની દુકાનો દ્વારા એકથી ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ખૂબ ઓછા દરે પ્રતિ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપી રહી છે. 80 કરોડથી વધુ લોકો આ કાયદા હેઠળ આવે છે.

 

આ પણ વાંચો : ITC : 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો શેર, સ્ટોક ખરીદવો , વેચવો કે હોલ્ડ કરવો! જાણો શું છે રોકાણકારો માટે નિષ્ણાંતોની સલાહ

 

આ પણ વાંચો : શું તમે ચોર બજારમાંથી ખરીદી કરો તો પોલીસ તમને પકડી શકે છે ? જાણો દેશના 5 મોટા ચોરબજાર ક્યાં છે સાથે શું છે તેની ખાસિયત

Next Article