
મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં એક એવી રેસિડેન્શિયલ ડીલ થઈ છે, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. એન્જલ વન (Angel One)ના સ્થાપક દિનેશ ઠક્કરે એક-બે નહીં પરંતુ આખેઆખો 7 માળનો રેસિડેન્શિયલ ટાવર ખરીદી લીધો છે. આશરે ₹711 કરોડના ખર્ચે થયેલો આ સોદો ભારતની અત્યાર સુધીની સૌથી મોટી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી માનવામાં આવી રહી છે.
એન્જલ વન (Angel One)ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કર (Dinesh Thakkar) મુંબઈના જુહૂમાં આશરે ₹711 કરોડમાં આખો રેસિડેન્શિયલ ટાવર ખરીદવા સંમત થયા છે. આ ટાવર એમબેસી ડેવલપમેન્ટ્સ (Embassy Developments)ના આલીશાન રેસિડેન્શિયલ પ્રોજેક્ટ એમબેસી ટેરેઝા (Embassy Terazza)નો એક ભાગ છે. ટાવરનો રેસિડેન્શિયલ વિસ્તાર 63,000 ચોરસ ફૂટ છે અને તે ગ્રાઉન્ડ ફ્લોર સાથે સાત માળમાં ફેલાયેલો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભારતમાં કોઈ એક રેસિડેન્શિયલ યુનિટની આ સૌથી મોટી ખરીદી છે.
Angel One’s Founder to Buy Hsg Tower in Mumbai for ₹711 crore
Dinesh Thakkar, founder of Angel One, will buy an entire luxury G+7 tower on Juhu Tara Road for over ₹711 crore.
63,000 sq ft at a record ₹1.13 lakh per sq ft. Among India’s largest single residential deals and the… pic.twitter.com/qDYE9LROJh— Dr. Rakesh Bansal (@iamrakeshbansal) September 22, 2026
દિનેશ ઠક્કરે એમબેસી ટેરેઝા પ્રોજેક્ટમાં એક આખો રેસિડેન્શિયલ ટાવર આશરે ₹711 કરોડમાં ખરીદવા સંમતિ દર્શાવી છે. એમબેસી ડેવલપમેન્ટે આ સોદા માટે દિનેશ ઠક્કર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કંપની અનુસાર, ભારતમાં કોઈ રેસિડેન્શિયલ યુનિટની આ સૌથી મોટી ખરીદી છે. આ સોદો મુંબઈમાં સામે આવેલી સૌથી મોટી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદીઓમાં પણ જોડાયેલ છે.
દિનેશ ઠક્કર દ્વારા ખરીદવામાં આવી રહેલી પ્રોપર્ટીનો રેસિડેન્શિયલ વિસ્તાર 63,000 ચોરસ ફૂટ છે. તે ગ્રાઉન્ડ ફ્લોર સાથે સાત માળના આખા ટાવરમાં ફેલાયેલો છે. આ હિસાબે પ્રોપર્ટીની કિંમત પ્રતિ ચોરસ ફૂટ ₹1.1 લાખથી પણ વધુ થાય છે. સ્થાનિક પ્રોપર્ટી બિઝનેસ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, આ કિંમત જુહૂના આ મોંઘા વિસ્તારમાં ચાલી રહેલા ભાવની બરાબર અથવા તેનાથી થોડી વધુ છે.
દિનેશ ઠક્કરે પોતાના નવા ઘરનું નામ ‘Angelus’ રાખ્યું છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોપર્ટી ખરીદવાના નિર્ણયમાં પ્રાઈવસી, વધુ જગ્યા અને સમુદ્રનો નજારો મુખ્ય કારણોમાં સમાવિષ્ટ હતા. તેમણે કહ્યું કે, આટલા મોટા ઘર માટે ડેવલપર પર ભરોસો પણ મહત્વપૂર્ણ છે. આ ઘર પરિવારના રહેવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા એક વર્ષમાં ભારતમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ખરીદવાનો રેકોર્ડ ફાર્માસ્યુટિકલ કંપની USVના પ્રમોટર લીના ગાંધી તિવારીના નામે હતો. તેમણે મુંબઈના વર્લી સ્થિત Naman Xana પ્રોજેક્ટમાં બે બે-માળિયા મકાન ₹639 કરોડમાં ખરીદ્યા હતા. તેમણે આ સિવાય ₹63.9 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી પણ ચૂકવી હતી.
Massive real estate deal!
Embassy Developments signs MoU to sell an entire G+7 residential tower at Embassy Terrazza, Juhu to Angel One’s Dinesh Thakkar for ₹711 cr.
63,000 sq ft RERA carpet area so appears that deal is done at ~₹1.13 lakh/sq ft
Embassy Terrazza is…
— Nigel D’Souza (@Nigel__DSouza) September 22, 2026
એમબેસી ટેરેઝા જુહૂ તારા રોડ પર આવેલું છે. આ પ્રોજેક્ટ બે એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં આશરે 50 મકાનો છે. પ્રોજેક્ટની અંદાજિત કુલ ડેવલપમેન્ટ વેલ્યુ ₹3,000 કરોડથી વધુ છે. આ ઓછી ગીચતા (Low Density) ધરાવતો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. તેમાં પાંચ ટાવર છે અને દરેક માળ પર એક મકાન છે. અહીંથી સમુદ્ર અને શહેરનો નજારો દેખાય છે. પ્રોજેક્ટમાં લીલાછમ બગીચા તેમજ હેલ્થ અને લાઈફસ્ટાઈલ સંબંધિત સુવિધાઓ પણ છે.
આ સોદો એવા સમયે થયો છે, જ્યારે એમબેસી ડેવલપમેન્ટ મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં પોતાના રેસિડેન્શિયલ બિઝનેસનો વિસ્તાર કરી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ, મુંબઈમાં પ્રવેશ કર્યાના 18 મહિનાની અંદર જ એમબેસી ટેરેઝામાં આ મોટી ખરીદી થઈ છે. કંપનીના અધ્યક્ષ જિતેન્દ્ર વિરવાનીએ કહ્યું કે, દિનેશ ઠક્કર દ્વારા આખા ટાવરની ખરીદી મુંબઈમાં કંપનીની વિચારસરણી અને છેલ્લા 18 મહિનામાં તેની બ્રાન્ડ પ્રત્યે બનેલા વિશ્વાસને દર્શાવે છે.
એમબેસી ટેરેઝા કંપનીના મુંબઈ રીજનના રેસિડેન્શિયલ બિઝનેસનો મહત્વનો ભાગ છે. આ સિવાય કંપનીના પ્રોજેક્ટ્સમાં વર્લીની એમબેસી Citadel, અલીબાગની એમબેસી Serenity, પનવેલની એમબેસી Park અને ઠાણેની એમબેસી One જોડાયેલ છે. બેંગલુરુ સ્થિત આ કંપનીએ ફેબ્રુઆરી 2026માં મુંબઈમાં પ્રવેશની જાહેરાત કરી હતી.