North Koreaના હેકર્સે 3000 કરોડ રૂપિયાના Cryptocurrencyની ચોરી કરી, આ રકમનાં ઉપયોગ પાછળના મનસૂબાએ વિશ્વના દેશોને ચિંતાતુર બનાવ્યા

|

Jan 16, 2022 | 8:24 AM

એક મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયા(North Korea)ના હેકર્સે(hackers) 2021માં 400 મિલિયન ડોલરની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે.

North Koreaના હેકર્સે 3000 કરોડ રૂપિયાના Cryptocurrencyની ચોરી કરી, આ રકમનાં ઉપયોગ પાછળના મનસૂબાએ વિશ્વના દેશોને ચિંતાતુર બનાવ્યા
North Korean leader Kim Jong Un

Follow us on

જેમ કોરોના કાળમાં ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency )નો ક્રેઝ વધ્યો છે તેવી જ રીતે ક્રિપ્ટો ફ્રોડ પણ વધ્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયા(North Korea)ના હેકર્સે(hackers) 2021માં 400 મિલિયન ડોલર એટલેકે 3000 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. ગયા વર્ષે ઉત્તર કોરિયાના હેકર્સે ઓછામાં ઓછા સાત વખત ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ પર હુમલો કર્યો હતો અને 400 મિલિયન ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી હતી. 2020ની સરખામણીમાં તેમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. આ રિપોર્ટ બ્લોકચેન રિસર્ચ ફર્મ ચેઈનલિસિસ તરફથી જાહેર કરવામાં આવ્યો છે.

કોરિયન હેકર્સે મુખ્યત્વે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો અને રોકાણ ભંડોળને લક્ષ્ય બનાવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાનું પગલું “ખૂબ જ ખરાબ” છે. તેની ઓળખ ક્રિપ્ટોકરન્સી ગુનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરતા દેશ તરીકે વિકસિત થઈ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેના શાસક કિમ જોંગ ઉન(kim jong un) તે હેકર્સને સપોર્ટ કરે છે.

કિમ જોંગ ઉનનો હેકર્સને સપોર્ટ

યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) પણ દાવો કરે છે કે ઉત્તર કોરિયાના શાસકો હેકર્સને મદદ કરે છે. આ ફંડની મદદથી ન્યુક્લિયર આર્મ પ્રોગ્રામને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે જેણે તેની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ કરી છે. હેકર્સની મદદથી કિમ જોંગ ઉન પણ અર્થવ્યવસ્થાને ટેકો આપી રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ રકમ ઉત્તર કોરિયાના લશ્કરી બજેટના 10%

રિસર્ચ ફર્મનું કહેવું છે કે આ રકમ 2020માં ઉત્તર કોરિયાની મોટી અર્થવ્યવસ્થાના 1.5 ટકા છે. હેકર્સે ચોરી કરેલી રકમ કોરિયાના લશ્કરી બજેટના 10 ટકા જેટલી છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ જણાવે છે કે કિમ જોંગ ઉન તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમો માટે ભંડોળનો ઉપયોગ કરે છે.

મામલો ચિંતાનો વિષય બની રહ્યો છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે હેકર્સ ફંડની ચોરી કરે છે ત્યારે આ ફંડનું મની લોન્ડરિંગ ખૂબ જ સાવધાનીથી કરવામાં આવે છે. ઉત્તર કોરિયા પર આર્થિક પ્રતિબંધોનું દબાણ વધી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ નવેસરથી પ્રતિબંધો પર વિચાર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રીએ કહ્યું કે જો આવું કંઈ થશે તો તેના ગંભીર પરિણામો આવશે. જણાવી દઈએ કે ઉત્તર કોરિયાએ હાલમાં જ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

6000 હેકર્સની ફોજ

કિમ જોંગ ઉનની સાયબર આર્મીમાં 6,000 થી વધુ લોકો હોવાનું માનવામાં આવે છે. આ બ્યુરો 121 તરીકે ઓળખાય છે. દક્ષિણ કોરિયન અને યુએસ ગુપ્તચર અહેવાલોમાં આ દાવો કરવામાં આવ્યો છે જો કે આ દસ્તાવેજો સંપૂર્ણપણે ગોપનીય છે.

આ પણ વાંચો : શું તમે નોકરી બદલી રહ્યા છો? 7 સરળ સ્ટેપ્સ અનુસરી EPFO પોર્ટલ પર PF ટ્રાન્સફર કરો નહીંતર આ સમસ્યાનો સામનો કરવો પડશે

આ પણ વાંચો : વર્ષ 2021 માં STARTUPS એ 42 અબજ ડોલર એકત્રિત કર્યા, 46 યુનિકોર્ન સાથે વિશ્વમાં ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું

Published On - 6:45 am, Sun, 16 January 22

Next Article