AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે લોન મોરટોરિયમનો લાભ મળશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘સરકાર પાસે બીજા પણ ઘણા છે કામ ‘

કોરોનાકાળ દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉની જેમ આ વખતે પણ તેઓ મોરટોરિયમ( moratorium) દ્વારા લોન માટે છુટની ની અપેક્ષા રાખતા હતા.

હવે લોન મોરટોરિયમનો લાભ મળશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'સરકાર પાસે બીજા પણ ઘણા છે કામ '
લોન મોરેટોરિયમ અંગે સર્વોચ્ચ અદાલતે મહત્વનો નિર્ણય આપ્યો છે.
| Updated on: Jun 12, 2021 | 8:20 AM
Share

કોરોનાકાળ દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉની જેમ આ વખતે પણ તેઓ મોરટોરિયમ( moratorium) દ્વારા લોન માટે છુટની ની અપેક્ષા રાખતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

સુપ્રીમ કોર્ટે લોન મોરટોરિયમ યોજના(Loan Moratorium Scheme)ના વધુ વિસ્તરણ અને વ્યાજ માફ કરવાની અરજીને ફગાવી દીધી હતી.કોર્ટે કહ્યું હતું કે સરકાર પાસે વધુ કામ છે તેઓએ લોકોને રસી આપવી પડશે અને સ્થળાંતરીત મજૂરોની સમસ્યા હલ કરવી પડશે. કોર્ટ આ મામલે દખલ કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું કે તે સરકારની નીતિઓમાં દખલ નહીં કરી શકે. અદાલત સરકારની નીતિઓની ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં સિવાય કે તે મનસ્વી અને દુર્ભાવનાપૂર્ણ હોય. આ દિવસોમાં કોરોનાને કારણે સરકાર પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. સરકાર પાસે ઘણા વધુ મહત્વપૂર્ણ કાર્ય છે જે આ સમયે દેશની પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અરજદારોએ આ માંગણી માટે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે જવું જોઈએ.

અરજદારે અપીલમાં કહ્યું હતું કે કોવિડની નવી લહેરને ધ્યાનમાં રાખીને ફરી એકવાર લોન મોરટોરિયમ યોજના લાગુ કરવામાં આવે. ઘણા રાજ્યોમાં અત્યાર સુધી લાદવામાં આવેલા લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ છે. લોકોની નોકરી છીનવાઈ છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો સંક્ર્મણના કારણે તેમની સારવારમાં ઘણાં પૈસા ખર્ચ કર્યા છે. આવી સ્થિતિમાં, તેઓ EMI ચૂકવવા અસમર્થ છે. જો કે સુપ્રીમ કોર્ટની અરજી નામંજૂર થવાને કારણે લોકોની આશા નિરાશામાં પરિવર્તિત થઇ હતી. આ પહેલા 24 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી.

g clip-path="url(#clip0_868_265)">