હવે Airport ઉપર લગેજને શોધવા ફાંફાં મારવા પડશે નહિ, Bagg Trax જણાવશે ક્યાં છે તમારો સામાન

|

Jun 02, 2022 | 7:58 AM

આ ટેગ પસંદગીના વિમાનયાત્રીઓ માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે હમણાં જ શરૂ કરવામાં આવ્યું છે. આ સુવિધા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર પણ કાર્યરત છે. બાદમાં તેની સફળતા જોયા પછી બાકીના ટર્મિનલ પર બેગ ટ્રેક્સની સેવા શરૂ કરવામાં આવશે.

હવે Airport ઉપર લગેજને શોધવા ફાંફાં મારવા પડશે નહિ, Bagg Trax જણાવશે ક્યાં છે તમારો સામાન
હવે સમાન ખોવાઈ જવાનો કે ચોરી થવાનો ભય રહેશે નહિ

Follow us on

હવે દેશમાં વિમાનમથકે(Airport) તમારા સમાન ખોવાઈ જવાનો કે ચોરી થવાનો ભય રહેશે નહિ. આ માટે એક  નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ રેડિયો-ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) દ્વારા સંચાલિત બેગેજ ટેગ છે. RFID ટેગથી જાણી શકાશે કે એરપોર્ટ પર ક્યાં અને કોનો સામાન પડ્યો છે. આનાથી સામાનનું ટ્રેકિંગ સરળ બનશે. દરેક મુસાફર પાસે પોતાનો અલગ RFID ટેગ હશે જે તેના સામાન સાથે જોડાયેલ હશે. આની મદદથી મુસાફરો તેમના ચેક-ઇન લગેજની સ્થિતિ વિશે જાણી શકશે. આ લગેજ ટેગને ‘બેગ ટ્રૅક્સ’ (Bagg Trax)નામ આપવામાં આવ્યું છે.

દેશમાં પહેલીવાર દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે.દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) અનુસાર RFID સાથે લગેજ ટેગને ‘બેગ ટ્રૅક્સ’ (Bagg Trax)નામ આપવામાં આવ્યું છે.

આ ટેગ ખરીદવું પડશે

આ ટેગ પસંદગીના વિમાનયાત્રીઓ માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યું છે. આ સુવિધા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર કાર્યરત છે.પ્રોજેક્ટના અનુભવના આધારે  બાદમાં તેની સફળતા જોયા પછી બાકીના ટર્મિનલ પર બેગ ટ્રેક્સની સેવા શરૂ કરવામાં આવશે. જોકે આ ટેગ ખરીદવું પડશે. જે મુસાફરો તેને તેમના સામાન પર ટેગ લગાવવા માંગતા હોય તેઓ તેને ડિપાર્ચર વિભાગમાંથી ખરીદી શકે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

DIAL તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બેગ ટ્રેકથી માત્ર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના મુસાફરોને જ ફાયદો થશે નહીં, જે મુસાફરો પરિવહનમાં છે તેઓ પણ ટેગનો લાભ લઈ શકે છે.” મુસાફરો ટ્રાન્ઝિટ દરમિયાન ચેક-ઇન બેગેજનું સ્ટેટસ ચેક કરી શકશે. સામાનની ચોરી જેવી ઘટનાઓથી પણ મુક્તિ મળશે. ક્યારેક એરપોર્ટ પર સામાન ખોવાઈ જાય છે. ટૅગ્સ આ ઝંઝટમાંથી છુટકારો મેળવશે.

બેગ ટ્રેક શું છે ?

RFID-સજ્જ બેગ ટ્રેક વાદળી-પીળા કાર્ડ હશે જેના પર QR કોડ પ્રિન્ટ કરેલ હશે. આ ટેગ મેળવવા માટે પેસેન્જરે તેના મોબાઈલ ફોન પર ટેગનો QR કોડ સ્કેન કરીને નોંધણી કરાવવી પડશે. જો મુસાફર ઈચ્છે તો તેના ફોન પર bag.hoi.in ની મુલાકાત લઈ શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુસાફરના મોબાઈલ ફોન પર ટેગ રજીસ્ટ્રેશન પૂર્ણ થવાનો મેસેજ આવશે. પછી તમે બેગ પર RFID ટેગ ચોંટાડી શકો છો અથવા તેને બેગની અંદર મૂકી શકો છો. આ પછી યાત્રીના ફોન પર સામાનની વિગતોનો રિયલ ટાઈમ મેસેજ આવશે.

Published On - 7:46 am, Thu, 2 June 22

Next Article