Breaking News: એન્ટરટેનમેન્ટ જગતમાં થઈ મોટી ડીલ! $82.7 બિલિયનના સોદાથી નેટફ્લિક્સનો દબદબો વધ્યો, ફિલ્મો અને શો હવે એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

નેટફ્લિક્સ, ઇન્ક. (કંપની) અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, ઇન્ક. (WBD) મોટો સોદો થયો છે. આ અંતર્ગત 'નેટફ્લિક્સ' વોર્નર બ્રધર્સને ખરીદશે, જેમાં તેનો ફિલ્મ અને ટેલિવિઝન સ્ટુડિયો, HBO Max અને HBO સમાવિષ્ટ છે.

Breaking News: એન્ટરટેનમેન્ટ જગતમાં થઈ મોટી ડીલ! $82.7 બિલિયનના સોદાથી નેટફ્લિક્સનો દબદબો વધ્યો, ફિલ્મો અને શો હવે એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
| Updated on: Dec 05, 2025 | 7:27 PM

નેટફ્લિક્સ, ઇન્ક. (કંપની) અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, ઇન્ક. (WBD) મોટો સોદો થયો છે. આ અંતર્ગત ‘નેટફ્લિક્સ’ વોર્નર બ્રધર્સને ખરીદશે, જેમાં તેનો ફિલ્મ અને ટેલિવિઝન સ્ટુડિયો, HBO Max અને HBO સમાવિષ્ટ છે.

રોકડ અને સ્ટોક ટ્રાન્ઝેક્શનની વેલ્યૂ WBD શેર દીઠ $27.75 છે, જેની કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યૂ આશરે $82.7 બિલિયન ($72.0 બિલિયન ઇક્વિટી) છે. આ ટ્રાન્ઝેક્શન WBD ના ગ્લોબલ નેટવર્ક્સ વિભાગ, ડિસ્કવરી ગ્લોબલના અગાઉથી જાહેર કરેલા અલગ થવાના પગલાં પછી એક નવી જાહેર ટ્રેડ થતી કંપનીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જે હવે Q3 2026માં પૂર્ણ થવાની ધારણા છે.

આ નવી ડીલથી બે નવા એન્ટરટેનમેન્ટ બિઝનેસ એકસાથે આવશે, જે નેટફ્લિક્સની ઈનોવેશન, વૈશ્વિક પહોંચ અને શ્રેષ્ઠ લેવલની સ્ટ્રીમિંગ સર્વિસને વોર્નર બ્રધર્સની વર્લ્ડ-ક્લાસ સ્ટોરીટેલિંગની 100 વર્ષની વારસાગત શક્તિ સાથે જોડશે.

‘ધ બિગ બેંગ થિયરી’, ‘ધ સોપ્રાનોઝ’, ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘ધ વિઝર્ડ ઓફ ઓઝ’ અને DC યુનિવર્સ જેવી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી, શો અને ફિલ્મો હવે નેટફ્લિક્સના મોટા પોર્ટફોલિયોમાં જોડાશે. આ સાથે જ વેડનેસડે, મની હાઈસ્ટ, બ્રિડજર્ટન, એડોલેસન્સ અને એક્સટ્રેક્શન જોડાયેલ છે, જે વિશ્વભરના દર્શકો માટે એક શાનદાર એન્ટરટેનમેન્ટ ઓફરિંગ તૈયાર કરશે.

ઓડિયન્સને વધુ સરસ કન્ટેન્ટ મળશે

નેટફ્લિક્સના કો-સીઈઓ ટેડ સારાન્ડોસે જણાવ્યું હતું કે, “અમારું મિશન હંમેશા દુનિયાનું મનોરંજન કરવાનું રહ્યું છે. વોર્નર બ્રધર્સના શો અને ફિલ્મોની શાનદાર લાઇબ્રેરી (જેમ કે કાસાબ્લાંકા અને સિટિઝન કેન જેવા ટાઈમલેસ ક્લાસિક્સથી લઈને હેરી પોટર અને ફ્રેન્ડ્સ જેવા આધુનિક પ્રિય શો) ને આપણાં કલ્ચરને વ્યક્ત કરતા ટાઇટલ્સ જેમ કે સ્ટ્રેન્જર થિંગ્સ, કે-પોપ ડેમન હન્ટર્સ અને સ્ક્વિડ ગેમ સાથે જોડીને, અમે તેને વધુ સરસ બનાવી શકીશું. વધુમાં સાથે મળીને, અમે પ્રેક્ષકોને વધુ સરસ કન્ટેન્ટ આપી શકીએ છીએ અને સ્ટોરી કહેવાની આગામી સદીને આકાર આપવામાં મદદ કરી શકીએ છીએ.”

અધિગ્રહણ પછી દર્શકોને મળશે વધુ ચોઈસ અને વેલ્યૂ

  1. વોર્નર બ્રધર્સના સ્ટુડિયો વર્લ્ડ-ક્લાસ છે. વોર્નર બ્રધર્સને ટેલિવિઝન ટાઇટલ્સ અને ફિલ્મ્ડ એન્ટરટેનમેન્ટના અગ્રણી સપ્લાયર તરીકે ઓળખવામાં આવે છે. HBO અને HBO Max પણ ગ્રાહકોને ઉત્તમ અને એકબીજાને પૂરક એવા ઑફર આપે છે. નેટફ્લિક્સને અપેક્ષા છે કે, તે વોર્નર બ્રધર્સના હાલના ઓપરેશન્સને જાળવી રાખશે અને ફિલ્મો માટે થિયેટર રિલીઝ સહિત તેની પોતાની શક્તિઓને વધુ મજબૂત બનાવશે.
  2. ડીપ ફિલ્મ અને ટીવી લાઇબ્રેરીઝને HBO અને HBO Max પ્રોગ્રામિંગ સાથે જોડવાથી, નેટફ્લિક્સ મેમ્બર્સને પસંદગી માટે વધુ હાઈ-ક્વાલિટી ટાઇટલ્સ મળશે. આ નેટફ્લિક્સને ગ્રાહકો માટે તેના પ્લાન્સને ઓપ્ટિમાઈઝ કરવા, જોવા માટેના વિકલ્પો વધારવા અને કન્ટેન્ટ સુધીની ઍક્સેસ વધારવામાં પણ મદદ કરશે.
  3. આ અધિગ્રહણ નેટફ્લિક્સની સ્ટુડિયો ક્ષમતા વધારશે, જેના કારણે કંપની અમેરિકાની પ્રોડક્શન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે અને લાંબાગાળામાં ઓરિજિનલ કન્ટેન્ટમાં રોકાણ વધારવાનું ચાલુ રાખી શકે છે, જેના પરિણામે નોકરીઓનું સર્જન થશે અને મનોરંજન ઇંડસ્ટ્રી મજબૂત બનશે.
  4. નેટફ્લિક્સના સભ્યોના અનુભવ અને ગ્લોબલ પહોંચને વોર્નર બ્રધર્સની જાણીતી ફ્રેન્ચાઇઝી તેમજ મોટી લાઇબ્રેરી સાથે જોડીને કંપની ટેલેન્ટ માટે વધુ મૂલ્ય બનાવશે. આ સાથે જ તે પસંદગીની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાથે કામ કરવા, નવી સ્ટોરી રજૂ કરવા અને અગાઉની તુલનામાં ઘણી મોટી ઓડિયન્સ સાથે જોડાવાની વધુ તકો મળશે.
  5. નેટફ્લિક્સના સભ્યોને હાઇ ક્વોલિટીવાળી સિરીઝ અને ફિલ્મોનું વધુ વધારે કલેક્શન પ્રદાન કરીને નેટફ્લિક્સ આશા રાખે છે કે, તે વધુ સભ્યોને આકર્ષશે, વધુ એંગેજમેન્ટ વધારશે અને વધારાની રેવન્યૂ તેમજ ઓપરેટિંગ ઇન્કમ જનરેટ કરશે. કંપનીને એ પણ અપેક્ષા છે કે, ત્રીજા વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછા 2-3 બિલિયન ડોલરની ખર્ચ બચત થશે અને આ ટ્રાન્ઝેક્શન બીજા વર્ષ સુધી GAAP અર્નિંગ્સમાં શેરમાં વધારો લાવશે.

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, અહી ક્લિક કરો

Published On - 7:26 pm, Fri, 5 December 25