Muskએ Twitter ડીલ કરી હોલ્ડ તો આ વ્યક્તિએ ખરીદવામાં દર્શાવી રૂચિ, Teslaના CEOએ આપ્યુ ફાયર રીએક્શન

|

May 16, 2022 | 7:04 PM

Elon Musk અને Twitter ડીલ પૂર્ણ થાય તે પહેલા ઘણા વિવાદો ચાલી રહ્યા છે. હમણાં માટે એલોન મસ્ક ટ્વીટર પર બોટ્સ અને નકલી એકાઉન્ટ્સને કારણે સોદો અટકાવી દીધો છે. પરંતુ, અત્યારે એક પ્રખ્યાત રેપર તેને ખરીદવાની ઓફર કરી રહ્યો છે.

Muskએ Twitter ડીલ કરી હોલ્ડ તો આ વ્યક્તિએ ખરીદવામાં દર્શાવી રૂચિ, Teslaના CEOએ આપ્યુ ફાયર રીએક્શન
SnoopDogg (File image)

Follow us on

અબજોપતિ એલોન મસ્ક (Elon Musk) અને ટ્વીટર ડીલને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આમાં ઘણા ટર્નિંગ પોઈન્ટ છે. માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વીટરની ડીલ હાલમાં એલન મસ્ક દ્વારા હોલ્ડ પર છે. આ પછી રેપર સ્નૂપ ડોગે તેને ખરીદવાની ઓફર કરી છે. પ્રખ્યાત રેપર Snoop Dogg મસ્કની ટ્વિટર (Twitter) ડીલ હોલ્ડ કર્યા પછી ટ્વીટ કરીને “ટ્વિટર ખરીદવું પડશે” લખ્યું. એટલે કે તેઓ ટ્વિટર ખરીદવા માંગે છે. મસ્ક પણ આ વાતચીતનો એક ભાગ બન્યો. આના જવાબમાં તેણે ફાયર ઇમોજી ટ્વીટ કર્યું છે.

ટ્વીટર ખરીદ્યા બાદ મસ્ક તેમાં જે ફેરફાર કરશે એવું મસ્કે અગાઉ જ કહીં દીધું છે. પરિવર્તનનો વિચાર તેની ટ્વીટર ટાઈમલાઈનમાં જોઈ શકાય છે. રેપર સ્નૂપ ડોગે પણ આ અંગે પોતાનું વિઝન શેયર કર્યું છે. ટ્વીટરનો બોસ બનવા પર રેપર કંપની માટે ઘણા નવા નિયમો બનાવશે. જેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને બદલવાથી લઈને દરેકના એકાઉન્ટની ચકાસણીનો સમાવેશ થાય છે. આ સિવાય તે વિમાનમાં ફ્રી ઈન્ટરનેટ પણ આપવા માંગે છે.

આ પહેલા ઈલોન મસ્કે કહ્યું હતું કે ટ્વીટરની લીગલ ટીમ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ તેમને નોન-ડિક્લોઝર એગ્રીમેન્ટના ઉલ્લંઘન બદલ મોકલવામાં આવી છે. તેણે કહ્યું છે કે તેણે જાહેરમાં કંપનીની બોટ ચેકિંગના સેમ્પલ સાઈઝ જણાવ્યું છે, જેના કારણે તેને નોટિસ મળી છે.

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વીટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવા માંગે છે. આ સોદો હજુ પૂરો થયો નથી. તેણે કહ્યું કે તે તેમાં ઘણા ફેરફારો કરશે. આમાં એક ફેરફારમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.

Next Article