Multibagger Stock : ચાલુ વર્ષે શેરબજાર (Share Market)માં અત્યાર સુધી ઘણા શેર મલ્ટીબેગર સાબિત થયા છે. આ વર્ષે અત્યાર સુધી ઘણા નાના, મધ્યમ અને મોટા શેરોએ રોકાણકારોને મોટું વળતર આપ્યું છે. આજે અમે તમને આવા મલ્ટીબેગર સ્ટોક(Multibagger stock) વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ બનાવ્યા છે . અમે વાત કરી રહ્યા છીએ આરતી ઇન્ડસ્ટ્રીઝ (Aarti Industries) ની જેણે જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે.
આરતી ઇન્ડસ્ટ્રીઝ(Aarti Industries)નો શેર છેલ્લા છ મહિનામાં 658.73 રૂપિયાથી વધીને 945 રૂપિયા થયો છે. તેણે આ સમયગાળામાં લગભગ 42 ટકા વળતર આપ્યું છે. ચાલો જાણીએ આરતી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલી તેજી અને તેના કારણે રોકાણકારોને થયેલા લાભ વિશે
5 વર્ષમાં 461% વળતર મળ્યું
જો આપણે આરતી ઇન્ડસ્ટ્રીઝના છેલ્લા 5 વર્ષના સ્ટોકનું પ્રદર્શન જોઈએ તો તેણે આ સમયગાળામાં લગભગ 461 ટકા વળતર આપ્યું છે. તેવી જ રીતે જો આપણે તેના છેલ્લા 1 દાયકાના પ્રદર્શન પર નજર કરીએ તો 30 સપ્ટેમ્બર 2011 ના રોજ આ સ્ટોક 11.90 રૂપિયા પર બંધ થયો હતો.આનો અર્થ એ છે કે છેલ્લા 10 વર્ષમાં શેર લગભગ 80 ગણો વધ્યો છે. રોકાણકાર આ શેરમાં જેટલો લાંબો સમય રહ્યા તેટલો જ તેને ફાયદો થયો છે.
1 વર્ષમાં 10 લાખ બન્યા 80 લાખ
જો કોઈ વ્યક્તિએ 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો હાલમાં તેને 1.42 લાખ રૂપિયા મળ્યા હશે. તેવી જ રીતે, જો કોઈએ 1 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 1.85 લાખ રૂપિયા મળ્યા હશે.
આ ઉપરાંત જો કોઈએ 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તો તે આજે 6 લાખ રૂપિયા થઈ ગયું હશે, જ્યારે કોઈએ 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજે તેના 1 લાખ રૂપિયા 80 લાખ રૂપિયા બની ગયા છે.
આ પણ વાંચો : મોંઘી થઇ શકે છે લોન! 8 ઓક્ટોબરે મોનિટરી પોલિસી હેઠળ RBI કરી શકે છે જાહેરાત, ધ્યાન આપો આ સંકેત તરફ
આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 6 મહિનામાં 16 લાખ બનાવ્યા, શું છે આ મલ્ટીબેગર સ્ટોક તમારી પાસે?