Multibagger Stock :ફાર્મા કંપનીના આ શેરે રોકાણકારોને બનાવ્યા લખપતિ, 6 મહિનામાં 1 લાખના થયા 3 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

|

Sep 26, 2021 | 7:56 AM

મલ્ટિબેગર શેરોની યાદીમાં રાજ મેડિસેફ ઇન્ડિયા(Raaj Medisafe India )નું નામ પણ ઉમેરાયું છે. આ ફાર્મા સ્ટોકે તેના શેરધારકોને મલ્ટિબેગર રિટર્નઆપ્યું છે. સ્મોલ-કેપ સ્ટોક છેલ્લા છ મહિનામાં 11.95 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર (Raaj Medisafe India share) ના સ્તરથી વધીને રૂપિયા 46.49 થયો છે.

સમાચાર સાંભળો
Multibagger Stock :ફાર્મા કંપનીના આ શેરે રોકાણકારોને બનાવ્યા લખપતિ, 6 મહિનામાં 1 લાખના થયા  3 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
Symbolic Image

Follow us on

શેરબજાર ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયું છે. આ દરમિયાન 2021 માં મોટી સંખ્યામાં નાના-મધ્યમ અને મોટા શેર મલ્ટીબેગર સ્ટોક(multibagger stocks) in 2021) સાબિત થઈ રહ્યા છે. મલ્ટિબેગર શેરોની યાદીમાં રાજ મેડિસેફ ઇન્ડિયા(Raaj Medisafe India )નું નામ પણ ઉમેરાયું છે. આ ફાર્મા સ્ટોકે તેના શેરધારકોને મલ્ટિબેગર રિટર્નઆપ્યું છે. સ્મોલ-કેપ સ્ટોક છેલ્લા છ મહિનામાં 11.95 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર (Raaj Medisafe India share) ના સ્તરથી વધીને રૂપિયા 46.49 થયો છે. આ સમય દરમિયાન તેણે તેના શેરધારકોને 200 ટકાથી વધુ વળતર આપ્યું છે.

રાજ મેડિસેફ ઇન્ડિયા શેર પ્રાઇસનો ઇતિહાસ
તાજેતરમાં પ્રોફિટ-બુકિંગ ટ્રિગરને પગલે મલ્ટીબેગર સ્ટોક વેચવાલીનું દબાણ હતું. સ્મોલ-કેપ ફાર્મા સ્ટોક છેલ્લા એક મહિનાના ટ્રેડિંગ સેશનમાં 41.85 ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યા બાદ ઘટ્યો હતો.  ફાર્મા સ્ટોકે છેલ્લા એક મહિનામાં તેના શેરધારકોને 37 ટકાનું આકર્ષક વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં, આ ફાર્મા સ્ટોક રૂપિયા 28.45 પ્રતિ ઇક્વિટી શેર માર્કથી વધીને રૂપિયા 46.49 સ્તર પર પહોંચી ગયો છે. YTD ની દ્રષ્ટિએ આ સ્ટોકે લગભગ 369 ટકાની વૃદ્ધિ નોંધાવી છે જ્યારે છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકમાં લગભગ 283 ટકાનો વધારો થયો છે.

રોકાણકારો બન્યા કરોડપતિ
રાજ મેડિસેફ ઇન્ડિયાના શેરના ભાવના ઇતિહાસ મુજબ જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ સ્મોલ-કેપ ફાર્મા કાઉન્ટરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય અને આજ સુધી રોકાણ કર્યું હશે તો આજે તેના 1 લાખ રૂપિયા 1.30 લાખ થઈ ગયા હશે. તે જ પ્રકારે જો કોઈ રોકાણકારે 31 ડિસેમ્બર 2020 ના બંધ ભાવે આ કાઉન્ટરમાં રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ આજે 3.70 લાખ થઈ ગયા હશે તો રોકાણકારે છ મહિના પહેલા આ સ્મોલ-કેપ ફાર્મા સ્ટોકમાં રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ 3 લાખ થઈ ગયા હશે કારણ કે આ સમયગાળા દરમિયાન સ્ટોકે લગભગ 200 ટકાથી વધુ વળતર આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આ પણ વાંચો :  તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? આ સરળ સ્ટેપ દ્વારા Aadhaar Card સાથે લિંક કરો, જાણો પ્રક્રિયા

 

આ પણ વાંચો : નોકરિયાતો માટે અગત્યના સમાચાર : Increment અથવા Arrears મળવાથી પગારમાં વધારો થયો હોય તો ITR ફાઈલ કરતાં પહેલા કરો કામ નહીંતર ભરવો પડશે ટેક્સ

Published On - 7:46 am, Sun, 26 September 21

Next Article