Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?

|

Sep 22, 2021 | 8:31 AM

10 વર્ષ પહેલા 16 સપ્ટેમ્બર 2011 ના રોજ NSE પર વૈભવ ગ્લોબલના શેરની કિંમત 7.13 રૂપિયા હતી જે 17 સપ્ટેમ્બર 2021 ના રોજ 718 રૂપિયા પર પહોંચી ગઈ છે. આનો અર્થ એ છે કે Vaibhav Global ના શેરે ૧૦ વર્ષમાં 100 ગણું રિટર્ન આપ્યું છે.

સમાચાર સાંભળો
Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?
symbolic image

Follow us on

શેરબજારમાં રોકાણ કરનાર દરેક વ્યક્તિ સારા નફાની આશા રાખે છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યા છે જેને રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 1 કરોડ રૂપિયા બનાવ્યા છે . મલ્ટીબેગર સ્ટોક્સે(Multibagger stock) તેના રોકાણકારોને 10 વર્ષમાં સમૃદ્ધ બનાવ્યા છે. આ શેર વૈભવ ગ્લોબલ(Vaibhav Global) છે. જે રોકાણકારોએ આ શેરમાં ધીરજ રાખી છે તેમને બમ્પર રિટર્ન મળ્યું છે. આ જેમ્સ એન્ડ જ્વેલરી કંપની છે.

7.13 રૂપિયાના શેરની કિંમત 722 રૂપિયા સુધી પહોંચી
10 વર્ષ પહેલા 16 સપ્ટેમ્બર 2011 ના રોજ NSE પર વૈભવ ગ્લોબલના શેરની કિંમત 7.13 રૂપિયા હતી જે 21 સપ્ટેમ્બર 2021 ના રોજ 722 રૂપિયા પર પહોંચી ગઈ છે. આનો અર્થ એ છે કે Vaibhav Global ના શેરે ૧૦ વર્ષમાં 100 ગણું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનામાં વૈભવ ગ્લોબલના શેર પર વેચવાલીનું ઘણું દબાણ છે. માર્ચ 2021 થી મેના પ્રથમ સપ્તાહ સુધી વૈભવ ગ્લોબલના શેરમાં વધારો થતો રહ્યો. આ દરમિયાન કંપનીના શેર 996.70 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. જો કે આ પછી ઘણું પ્રોફિટ બુકિંગ થયું અને તે નીચે સરક્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ વર્ષે સ્ટોકે 40 ટકા રિટર્ન આપ્યું
આ વેચવાલી છતાં વૈભવ ગ્લોબલના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 510.42 રૂપિયાથી વધીને 718 રૂપિયા થઈ ગયા છે. તદનુસાર કંપનીના શેરોએ 40 ટકા વળતર આપ્યું છે. જો તમે છેલ્લા એક વર્ષના ટ્રેન્ડ પર નજર નાખો તો વૈભવ ગ્લોબલના શેર 375.77 રૂપિયાથી વધીને 718 રૂપિયા થઈ ગયા છે. આ હિસાબે આ શેરોએ 91 ટકાનું વળતર આપ્યું છે.

એ જ રીતે, છેલ્લા 5 વર્ષમાં, વૈભવ ગ્લોબલના શેર 62.29 રૂપિયાથી વધીને 718 રૂપિયા થયા. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોય, તો આજે તેના 1 લાખ રૂપિયા 11.50 લાખ રૂપિયા થઈ ગયા હશે

1 લાખ 10 વર્ષમાં 1 કરોડ બન્યા
જો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોઈએ તો 17 સપ્ટેમ્બર 2021 ના રોજ વૈભવ ગ્લોબલના શેર 7.13 રૂપિયાથી વધીને 718 રૂપિયા થઈ ગયા છે. તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા વૈભવ ગ્લોબલના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો તેના 1 લાખ આજે 1 કરોડ બની ગયા હશે કારણ કે આ સમયગાળા દરમિયાન સ્ટોક 100 ગણો વધી ગયો હતો.

 

આ પણ વાંચો :  શું તમે ચોર બજારમાંથી ખરીદી કરો તો પોલીસ તમને પકડી શકે છે ? જાણો દેશના 5 મોટા ચોરબજાર ક્યાં છે સાથે શું છે તેની ખાસિયત

 

આ પણ વાંચો : Railway Biometric Token : હવે જનરલ કોચમાં મળશે રિઝર્વેશન જેવી સુવિધા ! રેલવે બાયોમેટ્રિક ટોકન સિસ્ટમ લાગુ કરશે

 

 

Published On - 8:30 am, Wed, 22 September 21

Next Article