દેશના સૌથી અમીર વ્ચક્તિ મુકેશ અંબાણી એક પછી એક નવી સિધ્ધીઓ મેળવતા જાય છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે વધુ એક મોટી સિધ્ધી પ્રાપ્ત કરી છે.
હવે આ કંપની ભારતીની સૌથી મોટી કંપની બની ગઈ છે. નાણાંકીય વર્ષ 2018-19માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આવકના મામલે ઈન્ડિયન ઓઈલને પાછળ છોડીને આ સિધ્ધી હાંસલ કરી છે. 31 માર્ચે પૂર્ણ થતાં નાણાંકીય વર્ષ 2018-19માં રિલાયન્સે 6.23 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. જ્યારે IOC 6.17 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કરીને રિલાયન્સથી પાછળ રહી હતી.
ત્યારે રિલાયન્સ નાણાકીય વર્ષ 2019માં ઈન્ડિયન ઓઈલથી લગભગ 2 ઘણો કરીને દેશની સૌથી મોટી લાભદાયક કંપની પણ બની હતી. રિલાયન્સની કુલ આવાકમાં મુખ્ય ટેલીકોમ્યૂનિકેશન અને ડીજિટલ સેવાઓનો ભાગ સૌથી વધારે છે. રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે 8,56,069.63 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે IOCનું માર્કેટ કેપિટલાઇઝેશન 1,48,347,.90 કરોડ રૂપિયા રહ્યું.
રિફાઈનીંગ માર્જિન અને છુટક કારોબારના કારણે રિલાયન્સે ગયા વર્ષની તુલનામાં નાણાકીય વર્ષ 2019માં 44 ટકાનો વધારો કર્યો છે અને નાણાકીય વર્ષ 2010 અને 2019ની વચ્ચે 14 ટકાથી વધારેની વાર્ષિક વધારો થયો છે. તેની સામે IOCનો કારોબાર નાણાકીય વર્ષ 2019માં 20 ટકા અને નાણાકીય વર્ષ 2015માં અને 2019 દરમિયાન 6.3 ટકા સુધી વધ્યો છે.
આ પણ વાંચો: ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો
ઉલ્લેખનીય છે કે લગભગ 10 વર્ષ પહેલા રિલાયન્સનું કદ IOCના અડધા કદ જેટલુ હતું પણ ટેલીકોમ્યુનિકેશન, છુટક વેપાર અને ડીજિટલ સેવાઓ જેવા નવા વ્યવસાયોમાં રિલાયન્સ આગળ વધ્યું. આજે તેલ, ગેસ, ટેલીકોમ્યુનિકેશન અને છુટક વેપાર જેવા ઘણાં મોટા ક્ષેત્રોના બજારમાં રિલાયન્સની મોટી પકડ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]