મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યો 1,350 કરોડનો બંગલો, જાણો શું છે ખાસિયતો

|

Oct 19, 2022 | 9:13 PM

આ ઘરની કિંમત 16.3 કરોડ ડોલર એટલે કે લગભગ 1,350 કરોડ રૂપિયા છે. આ ઘર દુબઈના પામ જુમેરહ આઈલેન્ડમાં બનેલ છે. આ પહેલા મુકેશ અંબાણીએ (Mukesh Ambani) પણ આ જ જગ્યાએ પોતાના પુત્રનું ઘર ખરીદ્યું હતું.

મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યો 1,350 કરોડનો બંગલો, જાણો શું છે ખાસિયતો
MUKESH AMBANI

Follow us on

ફેસ્ટિવ સિઝનમાં સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના માટે કંઈકને કંઈક ખરીદે છે. આ વર્ષે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીએ (Mukesh Ambani) પણ ફેસ્ટિવ શોપિંગ કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખે આ વર્ષે પોતાના માટે દુબઈમાં (Dubai) એક ઘર ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને આ ઘર માટે 1300 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. જ્યારે ઘરની કિંમત આટલી વધારે છે, ત્યારે સવાલ એ થાય છે કે આ ઘરમાં એવી કઈ ખાસિયતો છે જેના કારણે તેની કિંમત મુંબઈના પોશ વિસ્તારમાં મળેલા ડઝનબંધ લક્ઝરી એપાર્ટમેન્ટની કુલ કિંમત કરતા પણ વધુ છે તો ચાલો તમને જણાવીએ આ ઘરની કેટલીક ખાસિયતો વિશે.

શું છે આ ઘરની ખાસિયતો

મીડિયા રિપોર્ટ્સની માહિતી મુજબ આ ઘરની કિંમત 16.3 કરોડ ડોલર એટલે કે લગભગ 1,350 કરોડ રૂપિયા છે. આ ઘર દુબઈના પામ જુમેરહ આઈલેન્ડમાં બનેલું છે, આ આઈલેન્ડ માણસોએ બનાવ્યો છે, જેનો આકાર એક વૃક્ષ જેવો છે. તેની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે તમામ ઘરોને સીધો પોતાના બીચ પર પ્રવેશ કરી શકે. આ આઈસલેન્ડને 20 વર્ષ પૂરા થઈ ગયા છે અને દુનિયાભરમાં અબજોપતિઓના ઘર અહીં છે. રિપોર્ટ મુજબ આ આલીશાન ઘર અંબાણીએ કુવૈતના એક અબજોપતિ ઉદ્યોગપતિ પાસેથી ખરીદ્યું છે, જેની પાસે કુવૈતમાં સ્ટારબક્સ, એચએન્ડએમ અને વિક્ટોરિયા સિક્રેટ જેવી મોટી બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી છે. ઘરમાં દસ બેડરૂમ, ઈન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલ સહિત તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

મુકેશ અંબાણીએ હાલમાં જ આ ઘરની નજીક બીજું ઘર ખરીદ્યું છે. 8 કરોડ ડોલરની કિંમતનું આ ઘર તેમને તેમના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદ્યું છે. આ ખરીદી સાથે મુકેશ અંબાણીએ દુબઈમાં પોતાની પ્રોપર્ટી વધારી દીધી છે. દુબઈમાં ભારતીયો સતત તેમની પહોંચ વધારી રહ્યા છે અને હાલમાં તેઓ દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

દુનિયાના ટોપ 10 અબજપતિઓમાં સામેલ છે મુકેશ અંબાણી

મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અબજપતિઓમાં સામેલ છે. ફોર્બ્સની રિયલ ટાઈમ લિસ્ટ મુજબ તેમની કુલ સંપત્તિ 88.3 અરબ ડોલર છે અને તેઓ આ લિસ્ટમાં 8મા સ્થાને છે. ચોથા નંબર પર 128 અરબ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી છે. જે હાલમાં ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.

Next Article