MONEY9: લોન મેળવવા મારો સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ? સમજો આ વીડિયોમાં

|

Mar 01, 2022 | 5:21 PM

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ જેવી અનસિક્યોર્ડ લોન આપતાં પહેલાં તો ક્રેડિટ સ્કોર ખૂબ જરૂરી રહે છે. ખરાબ સ્કોર ધરાવતી અરજીને બેન્કો રદ પણ કરી શકે છે.

ગ્રાહકની પ્રતિષ્ઠાના આધારે લોન (LOAN) માર્કેટમાં તેને કેટલા દરે (INTEREST RATE) ઋણ મળશે તે નક્કી થાય છે અને ક્રેડિટ સ્કોર એટલે કે સિબિલ (CIBIL) એવું માપદંડ છે, જેના આધારે તમારા ઘર, કાર અથવા પર્સનલ લોનનું વ્યાજ નક્કી થાય છે. ખરાબ ક્રેડિટ સ્કોરવાળા લોકોને મોંઘી લોન મળે છે.

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ જેવી અનસિક્યોર્ડ લોન આપતાં પહેલાં તો ક્રેડિટ સ્કોર ખૂબ જરૂરી રહે છે. ખરાબ સ્કોર ધરાવતી અરજીને બેન્કો રદ પણ કરી શકે છે. ઘર અને કાર જેવી લોન જેમાં તમે તમારી સંપત્તિને ગીરવે મૂકો છો તેવી લોન આપવા માટે બેન્કો તો તૈયાર રહે છે, પરંતુ વ્યાજ પેટે અઢળક કમાણી કરે છે. સારા ક્રેડિટ સ્કોરવાળા ગ્રાહકને 7 ટકા વ્યાજના દરે લોન મળી જાય છે, પરંતુ ખરાબ ક્રેડિટ સ્કોર વાળાએ 12થી 15 ટકા જેટલું ઊંચું વ્યાજ ચૂકવવાનો વારો આવી શકે છે.

લોન આપતી સંસ્થાઓ અને બેન્કો જાણવા માંગે છે કે તમારા નામે કેટલી લોન છે? તેની ચૂકવણી તમે સમયસર કરી છે કે નહીં? ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરો છો કે મિનિમમ ડ્યૂ ચૂકવીને કામ ચલાવો છો? ક્રેડિટ કાર્ડમાં સામેલ ક્રેડિટનો તમે કેટલો ઉપયોગ કરો છો? શું ક્યારેય તમારો ચેક બાઉન્સ થયો છે? તમારા નામે કોઈ ઈનએક્ટિવ બેન્ક એકાઉન્ટ તો નથી ને?

આ પણ જુઓ: MONEY9: નાણાની જરૂર પડે તો કઇ લોન લેવી સારી ? પર્સનલ લોન કે ગોલ્ડ લોન ? સમજો આ વીડિયોમાં

આ પણ જુઓ: MONEY9: બીજાની લોનમાં જામીન બનવું કે નહીં? સમજો આ વીડિયોમાં

Next Video